Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી તેની અનેકવિધ સેવાકીય લોકોઉપયોગી પ્રવૃતિના ભાગરૂપે સર્વે સન્તુ નિરામય એ વિચારને દ્રષ્ટી સમક્ષ રાખી રાજકોટ શહેરના એકયુપ્રેશર નિષ્ણાંત ડો.મહેશ સોજીત્રા, ડો.ખાન સાહેબ, ડો.લક્ષ્મણભાઈ સહિતની ટીમે આ કેમ્પમાં હાજર રહી તમામ દર્દીઓને તપાસીને જરૂરી સાથે માર્ગદર્શન અને સારવારરૂપી સેવા-સહયોગ આપ્યો હતો. આ કેમ્પમાં ૨૩૦થી વધુ દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો ત્યારબાદ ત્યાં હાજર રહેલ વડીલોને ધ્યાને લઈ ૬૫ થી વધુ ૭૫ વર્ષથી ઉપરના વડીલોની વડીલ વંદના સન્માન કાર્યક્રમમાં વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પની સાથે ચક્ષુદાન, અવયવદાન, અંગદાન સહિતના સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં કણસાગરા કોલેજના એન.એસ.એસ. વિભાગના યશવંતભાઈ ગૌસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

સ્ટુડન્ટના અભિવાદન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર ઈસુ પાઠક તથા મેગી મેડમ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તેમજ કણસાગરા કોલેજ એન.એસ.એસ.વિભાગ તેમજ બોલબાલા સંસ્થાના કર્મચારી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.