Abtak Media Google News

પટેલ સેવા સમાજની પહેલ: છાત્રોને અપાશે નિ:શૂલ્ક ઓનલાઇન કોચિંગ

સમય સાથે કદમ મીલાવતા રહી સમાજ ઉપયોગી અનેક સેવા કર્યો હાથ ઘરતા રાજકોટના પટેલ સેવા સમાજે કરોનાની પ્રર્વતમાન મહામારી પગલે વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન કોચિંગનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Advertisement

વિદ્યાર્થીઓ ભાવિની ધરોહર છે તેના શૈક્ષણિક ઘડતરમાં કચાશ ન રહે તેવી દીર્ધદ્રષ્ટિ સાથે આ કોચિંગ સંપૂર્ણ નિ:શૂલ્ક આપવામાં આવશે એમ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડમાર્શલ)એ જણાવ્યું હતું. અરવિંદભાઇએ આ અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, કરોના મહામારીએ શિક્ષણ કાર્યને ભારે નુકશાન કર્યુ છે. શાળાઓ બંધ છે. શાળા તરફથી ઓનલાઇન શિક્ષણની તજવીજ થઇ રહી છે, પરંતુ તેની સાથે અન્ય કેટલાક પ્રશ્ર્નો પણ સામે આવ્યા છે. આ દીર્ધાયુકત સ્થિતિમાં વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે તે માટે નિ:શૂલ્ક કોચિંગ ઓનલાઇન શરૂ કરવાનોનિર્ણયકર્યોછે.

પ્રથમ તબકકામાં ધો.૧૦ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા બે મહત્વના વિષયમાં કોચિંગ અપાશે. આ માટે નિપૂર્ણ શિક્ષકોએ પણ સેવા આપવાની તત્પરતા દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે, સૌથી મહત્વની વાતએ છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનો કોઇપણ જ્ઞાતિનો વિદ્યાથીઆ માટે નોંધણી કરાવી શકશે. વિદ્યાર્થીઓને ની:શૂલ્ક શિક્ષણ મળે એટલું જ નહી ઉતમ શિક્ષણ મળે તેની કાળજી રાખવામાં આવી છે.

ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઇન શિક્ષણ મેળવે જ છે, ત્યારે વિદ્યાર્થીઓ પર ઓનલાઇન શિક્ષણનું ભારણ ન વધે છતાં વિષય અંગેનું તેનું જ્ઞાન સુદ્રઢ બને તે રીતે આયોજન વિચાયું છે. પ્રથમ તબકકામાં સપ્તાહમાં એક વખત રવિવારે કોચીંગ અપાશે. જેથી ભણતરનો ભાર વિદ્યાર્થી પર વધે નહી. આ અંગેની નોંધણી પણ વિદ્યાર્થીઓ ઓનલાઇન કરાવી શકે તે રીતે આયોજન કર્યુ છે. જેથી સંસ્થાની ઓફિસ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સુધી કોઇનએ આવવું જ ન પડે. આ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની વિગત સંસ્થાના મોબાઇલ નંબર ૯૪૦૮૧ ૨૫૧૧૧ પરથી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.