Abtak Media Google News

ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ દ્વારા આયોજન

૨૬ થી ૪ મે સુધી યોજાશે વિવિધ પ્રવૃત્તિઓ: પ્લે હાઉસથી ધોરણ ૪ સુધીના તમામ બાળકો જોડાઇ શકશે: રજીસ્ટ્રેશન શરુ: શિક્ષકો ‘અબતક’ના આંગણે

શહેરમાં એક નવા જ પ્રકારના વાતાવરણસભર ખાસ ડીઝાઇન કરેલ ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ દ્વારા પ્લે-હાઉસથી ધોરણ ૪ સુધીના તમામ બાળકો માટે ડેમો સ્કુલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ ખાસ પ્રકારની ડીઝાઇન કરેલી સ્કુલીંગ વીથ સ્કીલ્સ છે તેમજ નો બેગ સ્કુલ છે., વેકેશનમાં બાળકોને મોજથી કંઇક શીખવા મળે એટલા માટે ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ  દ્વારા ફ્રી ડેમો સ્કુલનું આયોજન કરેલ છે. આ ડેમો સ્કુલની તા. ર૬ એપ્રિલ (શુક્રવાર) થી ૪ મે (શનિવાર) સુધી રાખેલ છે. પ મે રવિવારના રોજ ડેમો સ્કુલના બાળકોનો લાઇવ શો રાખેલ છે. આ ડેમો સ્કુલમાં પ્લે હાઉસ થી એચ.કે.જી. સુધીના બાળકોને સવારે ૯ થી ૧ર સુધીનો સમય રહેશે અને ધોરણ ૧ થી ૪ સુધીના બાળકોએ સવારે ૯ થી ર સુધી આવવાનું રહેશે.

ડેમો સ્કુલ ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ શિવધારા રેસીડેન્સી, શ્રી બંગલો પાસે, પાછળ, કુવાડવા રોડ રાજકોટ ખાતે યોજાશે.

આ ડેમો સ્કુલમાં શ્ર્લોક, ઇગ્લીશ વર્ડ, વાર્તાઓ, આંકડા, આલ્ફાબેટ, આર્ટ એન્ડ ક્રાફટ એકિટવીટી, સામાન્ય વિજ્ઞાન, ભારતનો ઇતિહાસ વગેરે જેવા રસના વિષયો શીખવવામાં આવશે.

ફ્રી રજીસ્ટ્રેશન માટે વેબસાઇડ www.gisrajkot.orh/demo school પર  આ ડેમો સ્કુલને સફળ બનાવવા માટે રીતુબેન ફોર્મ ભરી શકાશે. અલેફીયાબેન બિલ્કીસબેન, પારુલબેન, કોમલબેન,  રીયાબેન, સમીનાબેન, સીમરનબેન, શિવાનીબેન, પાયલબેન તથા બ્રિજેશભાઇ, પાર્થભાઇે ચૈતન્યભાઇ, અનીસભાઇ અને હેમાંગભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ડેમો સ્કુલને સફળ બનાવવા શિક્ષકો ‘અબતક ’ ની મુલાકાતે પધાર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.