Abtak Media Google News

જરૂરીયાતમંદ બાંધવોને કેમ્પનો લાભ લેવા વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીનો અનુરોધ

શહેરના પછાત તેમજ છેવાડાના વિસ્તારોમાં વસતા તથા આર્થિકરીતે જરૂરિયાતમંદ તમામ પરિવારોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રોજેકટ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમો . ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુકત ઉપક્રમે આગામી 24 જુલાઈ 2022, રવિવારના રોજ નિ:શુલ્ક દંતરોગ નિદાન તથા રાહતદરે સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

ટ્રસ્ટના બિલ્ડીંગ ’ ’ કિલ્લોલ , 1 – મયુરનગર , મહાપાલિકા પૂર્વઝોન કચેરી સામે , સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન યોજાનારા આ કેમ્પમાં દાંતને લગતા રોગો જેવા કે દાંતનો દુ:ખાવો , મોઢામાં દુર્ગંધ આવવી , પેઢામાંથી લોહી પડવું , ડહાપણ દાઢનો દુ:ખાવો વગેરે જેવા દંતરોગોનું વિનામુલ્યે નિદાન કરી તદ્દન રાહતદરે સારવાર પણ કરી અપાશે . શહેરના જરૂરિયાતમંદ પ્રજાજનોને કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટુસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

કેમ્પમાં સેવાઓ આપવા માટે અમેરીકાના વિખ્યાત ડો.નમ્રતા ઉપાધ્યાય ત્રિવેદી ( ઇ.ઉ.જ. ( બેંગલોર ) , ઉ.ઉ.જ. ( ઞ.જ.અ. )  માનદ સેવા આપશે . આ ઉપરાંત દંતરોગના નિષ્ણાંત તબીબો ડો.બિંદન શાહ , ડો.સેજલ શાહ , ડો.પ્રિયા હરસોડા , ડો.જીનિશાબા સોઢા ( જડબાનાં સર્જન ) તથા ડો.ગૌતમીબેન સંઘાણી ( પેઢાના રોગોનાં નિષ્ણાંત ) માનદ સેવા આપશે .

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટના બિલ્ડીંગમાં દરરોજ ટોકનદરે ઓપીડી સેન્ટર ચલાવવામાં આવે છે . તેમજ નકકી કરેલા દિવસોએ સ્ત્રીરોગ , બાળકોના દર્દો , આંખ , કાન – નાક – ગળાના દર્દી સહિતનાં તમામ દર્દીની સારવાર માટે શહેરના અગ્રણી ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે . તેમજ ટ્રસ્ટની લેબોરેટરીમાં લોહી પેશાબ સહિતના પરિક્ષણ પણ કરી આપવામાં આવે છે . ઉપરાંત અદ્યતન મશીનરી સાથે ફિઝીયોથેરાપી વિભાગ પણ કાર્યરત છે . સાથોસાથ સમયાંતરે જુદાજુદા રોગોના નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે .

રવિવારે યોજાનારા આ કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ટ્રસ્ટી  અંજલિબેન રૂપાણી તથા  મહેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મેડીકલ પ્રોજેકટના કમિટિ મેમ્બર્સ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય , ડો.નયનભાઈ શાહ , ડો.વિભાકર વચ્છરાજાની , દિવ્યેશભાઈ અઘેરા તથા બિપિનભાઈ વસા જહેમત ઉઠાવી રહયા છે . વિશેષ માહિતિ માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં .2704પ4પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.