ઈડરની કે.એચ.હોસ્પિટલ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ફ્રી આરોગ્ય કેમ્પ

ગૂજરાત રાજ્યના અંગદાનના પ્રણેતા તેવા દીલીપભાઈ દેશમુખ (દાદા) ની પ્રેરણાથી તા 17/09/022 ને શનિવારે દેશના લોકલાડીલા વડાપ્રધાન તેમજ આંતરરાષ્ટ્રીય નેતા એવા નરેન્દ્ર મોદીના 72 મા જન્મ દિવસ નિમિતે કે.એચ. હોસ્પિટલ ઈડર ખાતે ફ્રી સર્જરી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમા વધુમા વધુ લોકોને આનો લાભ મળે તે હેતુથી મેનેજમેન્ટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો આમ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બિલ્લા શેઠ તરીકે જાણીતા એવા સહકારી આગેવાન સ્વ.ખેમાભાઈ હીરાભાઈ પટેલના સ્મરણાર્થે કે.એચ.હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જ્યારે આ હોસ્પિટલ સાબરકાંઠા જ નહિ પરંતુ ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ખુબજ ટૂંકા ગાળામાં નામના મેળવી સાચા અર્થમાં ગરીબોની બેલી બનીને ઉભરી છે જેમ ખેમાભાઈ પટેલે આ વિસ્તાર માટે સહકારી ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે તેવીજ રીતે અશોકભાઈ પટેલે ખેમાભાઈની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે અને જેઓ આ હાલ કે. એચ.મલ્ટી હોસ્પિટલના ડિરેક્ટર પદે છે ત્યારે તેઓ પણ ગરીબ દર્દીઓ માટે ખૂબ સારી એવી સેવા આ મલ્ટી હોસ્પિટલ થકી પૂરી પાડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કેટલીક વખત ફ્રી ઓપરેશનો કરવાની યોજના મૂકી ખૂબ નજીવી દરે ગરીબ દર્દીઓને સારવાર આપી મદદરૂપ થતા હોય છે ત્યારે આવા ગરીબોના બેલી અશોક પટેલ (લાલપુર) ને લાખ લાખ સલામ છે.