Abtak Media Google News

દર્દીઓને સોનોગ્રાફી, એકસ-રે એકયુપ્રેશર, લેબોરેટરી, આંખના ચશ્મા, નેત્રમણી ઓપરેશન, દવા સારવારની સુવિધા

સરગમ કલબ તબીબીક્ષેત્રે સુંદર કામગીરી કરી રહ્યું છે. આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્રના જ‚રીયાતમંદ દર્દીઓ માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ કલબના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ક્રવામાં આવ્યું છે. કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ મહાવીર સેવા ટ્રસ્ટ બાન લેબ્સ અને અશોક ગોંધીયા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સરગમ કલબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આકેમ્પ માટે ઈન્ડીયન મેડીકલ એસો. રાજકોટનો પણ સહયોગ મળી રહ્યો છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના ૮૦ જેટલા ડોકટરો વિવિધ રોગોનું નિદાન કરશે.

કેમ્પ આવતીકાલે તા.૯ને રવિવારના રોજ કોટક સ્કુલ, મોટી ટાંકી પાસે, સવારે ૮.૩૦ કલાકે યોજાશે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે, આ કેમ્પનો ઉદઘાટન સમારોહ યોજાશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રભરમાંથી આવનાર ગરીબ અને જ‚રીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા ઉપલબ્ધ કરાશે અને સુવિધા પણ વિનામૂલ્યે અપાશે. કેમ્પમાં જનરલ ફીઝીશ્યન, પ્લાસ્ટીક સર્જન, ઓથોપેડીક, ન્યૂરો સર્જન, હાર્ટ સ્પેશ્યાલીસ્ટ, કેન્સર નિષ્ણાંત, માનસીક રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત દાંતના રોગના નિષ્ણાંત બાળરોગ, હોમિયોપેથીક, પેટ આંતરડાના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સવારે ૮.૩૦ કલાકે સીધા સ્થળ પર પહોચી જવું. આ કેમ્પમાં સોનોગ્રાફી, એકસ-રે એકયુપ્રેશર, લેબોરેટરી વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

કેમ્પમાં આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

કેમ્પનું ઉદઘાટન મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે કુંવરજીભાઈ બાવળીયા, જલીબેન ‚પાણી, કલેકટર ડો.રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નંદલાલભાઈ માંડલીયા, ઉદયભાઈ કાનગડ, ઈન્દુભાઈ વોરા, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, વજુભાઈ જોષી, મહેશભાઈ રાજપૂત, ચંદ્રકાંતભાઈ શેઠ, ચમનભાઈ ઝવેરી, તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રવિણભાઈ વસાણી, નવીનભાઈ ઠકકર, હિમાંશુભાઈ શેઠીયા, ડો.હિરેનભાઈ કોઠારી ઉપસ્થિત રહેશે.

કેમ્પને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડો. પ્રફુલ્લભાઈ શાહ અને તેની સાથે મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા તેમજ લેડીઝ જેન્ટસ કમિટીના ૧૫૦થી વધુ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. કેમ્પમાં પ્રોજેકટ ઈન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો.કમલભાઈ પરીખ, ડો.અમીતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. નવલભાઈ શીલુ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ જ‚રીયાતમંદ દર્દીઓ કેમ્પના સ્થળ કોટક સ્કુલે આવતીકાલે સવારે ૮.૩૦ વાગ્યે સીધા પહોચી જવું સ્થળ પર જ કેસ કાઢવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.