Abtak Media Google News

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલબના સભ્યોએ નાચ-ગાન કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો અનેક સામાજીક આગેવાનો ઉ5સ્થિત રહ્યા

રાજકોટની કાલાવડ રોડ પર આવેલી દિવ્યાંગ બાળકોની સ્કુલ ખાતે ફ્રેન્ડસ કલબ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ભોજન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં ફ્રેન્ડસ કલબના સભ્યો સાથે માનવંતા મહેમાનો ઉ5સ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમની શરુઆતમાં બાળકો દ્વારા ગીત ગાવામાં આવ્યા હતા અને નાચતા ગાતા દિવ્યાંગ બાળકો સાથે ફ્રેન્ડના સભ્યો પણ ઝુમી ઉઠયા હતા. સાથો સાથે આ બધા જ બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તથા કાર્યક્રમમાં પ્રકાશભાઇ સવરાણી, ગજેન્દ્રસિંહ રાઠોડ પોલીસ ઇન્સ્પેકટર રાષ્ટ્રપતિ  ચંદ્રક વિજેતા, જીમીભાઇ અડવાણી શિવસેના પ્રમુખ, જલારામ ટ્રાન્સપોર્ટ ના કીરીટભાઇ સહીત ઘણા માનવંતા મહેમાનોની સાથો સાથ ફેન્ડસ કલબના બધા જ સભ્યો જેમાં ચેરમેન ડો. મનીષ ગોસાઇ, વાઇસ ચેરમેન જયેશ કતીરા, પેટ્રેન બીનાબેન વખારીયા, પ્રમુખ વજુભાઇ ગઢવી જેવા અનેક સભ્યોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા અને દિવ્યાય બાળકોની ખુશીને અનેરી બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને ખુબ જ જોર જોશથી દિપાવ્યો હતો.

Advertisement

બાળકોને આનંદમાં રાખવાનો મુખ્ય હેતુ: ડો. મનીષ ગોસાઇ

Friends-Club-Organized-The-Divya-Zoom-In-A-Musical-Event-Organized
friends-club-organized-the-divya-zoom-in-a-musical-event-organized

અબતક સાથેની વાતચીતમાં ફ્રેન્ડસ કલબના ચેરમેન ડો. મનીષ ગોસાઇઉે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકો માટેનો છે. અને ફ્રેન્ડસ કલબના પ્રોજેકટની અંદર અમારો મેઇનકાર્યક્રમ એ દિવ્યાંગ બાળકો માટેનો છે. અને દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ 10 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. અહી ઓરકેસ્ટ્રા બોલાવીને છીએ અને બાળકોને ડાન્સ કરાવી અને આ બાળકો ખુબ આનંદમાં રહે તે માટે નો આ કાર્યક્રમ છે. અને સાથે જમાડવામાં પણ આવે છે આ કાર્યક્રમનો મુખ્ય હેતું એ જ છે કે દિવ્યાંગ બાળકો સમાજને એ કાંઇક કરવુ જોઇએ સમાજમાં ઘણા પ્રોગ્રામ થતાં હોય છે અને સેવાકીય પ્રવૃતિ પણ થતી હોય છે પણ આ બાળકો જે ભગવાનની ાનજીક  અને તેમના પ્યારા કહી શકાય એવા આ બાળકો છે અને આજના કાર્યક્રમમાં બાળકો જેવું મ્યુઝીક ચાલુ થશે તેવા મસ્ત થઇ ખુબ જ આનઁદ કરશે અને તે આનંદની વાત છે આ કાર્યક્રમમાં કોઇ ફંડફાળો ઉધરાવામાં આવતો નથી એ ફેન્ડસકલબ સામાજીક કાર્યક્રમ પણ કરે છે અને નવરાત્રીના પણ કાર્યક્રમ કરે છે.

ઘણાં વર્ષથી ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ યોજીએ છીએ: લીનાબેન વખારીયા

Friends-Club-Organized-The-Divya-Zoom-In-A-Musical-Event-Organized
friends-club-organized-the-divya-zoom-in-a-musical-event-organized

અબતક સાથેની વાતચીતમાં ફ્રેન્ડસ કલબના સભ્ય બીનાબેન વખારીયાએ જણાવ્યું હતું ફેન્ડસ કલબ એ છેલ્લા 18 વર્ષથી સામાનીક કાર્યક્રમો કરે છે. અને ખાસ અમારા જે કાર્યક્રમો હોય છે. એ દિવ્યાંગ બાળકો માટે હોય છે. અને આજનો આ કાર્યક્રમ ખાસ કરીને મ્યુઝીકલ પ્રોગ્રામ અને જમણવારનું આયોજન રાખેલ છે. આ બધા બાળકોને ગાવાનો પણ ખુબ જ શોખ હોય છે. અને એ લોકોને જે આનંદ મળે છે તેથી ફ્રેન્ડસ કલબની પુરી ટીમ પણ ખુશ હોય છે અને આ બધા કાર્યક્રમમાં અમારા દરેક સભ્યો સારી જહેમત કરતા હોય છે. અને ફેન્ડસ કલબના કાર્યક્રમો દિવ્યાંગ બાળકો માટે જ થતાં હોય છે અને આ બાળકોની અંદર રહેલી જે ઇચ્છાઓ હોય છે તેમને અમે ખીલવવાની કોશીષ કરતા હોય છીએ.

કલબના સભ્યો બાળકો સાથે ઝુમી આનંદ કરાવે છે: જીમ્મી અડવાણી

Friends-Club-Organized-The-Divya-Zoom-In-A-Musical-Event-Organized
friends-club-organized-the-divya-zoom-in-a-musical-event-organized

અબતક સાથેની વાતચીતમાં શીવસેનાના પ્રમુખ જીમ્મી અડવાણી એ જણાવ્યું કે ફેન્ડસ કલબ દ્વારા આ દિવ્યાંગ બાળકો માટે જે આયોજન કર્યુ છે. તે કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે અને દિવ્યાંગ બાળકો ને સંગીતના તાલે જુમાવી અને જમાડવામાં આવે છે. અને ફેન્ડસ કલબના જે બધા સભ્યો છે. તે બાળકો સાથે બાળકો જેવા થઇ એની સાથે આખો દિવસ વિતાવે છે. રાજકોટ શહેરમાં ઘણી બધી સંસ્થાઓ છે. અને વિપુલભાઇ રાઠોડની ટીમ એક અલગ ઓળખ ધરાવે છે. કે જે છેલ્લા ઘણા વર્ષથી આ કાર્યક્રમ કરે છે. અને બાળકો સાથે રહી તેઓને ખુબ આનંદ કરાવે છે. જેમના માટે તેઓનો આભાર માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.