Abtak Media Google News

ઉદ્યોગોએ કેન્દ્ર સરકારની સુચના, નિયમો પાળવા પડશે

આગામી ર૦મીથી ગુજરાતના અમુક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની કામગીરી કેન્દ્ર સરકારના નિયમોને આધીન રહી ચાલુ કરી શકાશે. તેમ સરકારે જણાવ્યું છે.

Advertisement

રાજયના મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં કોરોનાની અસર નથી તેવા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પુન:શરૂ  કરવા છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. જો કે કેન્દ્ર સરકારની સુચનાઅનું કડક પાલન કરવું પડશે. ઉદ્યોગો પુન: શરૂ  થાય અને સરકારની આરોગ્ય વિષયે સુચના, નિયમોનું પાલન કરવામાં આવે તે માટે જિલ્લા કલેકટરના વડપણ હેઠળ જિલ્લા સમિતિઓ રચાશે અને તે આ દેખરેખ રાખશે.

જિલ્લા કલેકટર ઉપરાંત અન્ય સાત સભ્યો આ સમિતિમાં હશે જેમાં જીઆઇડીસીના જે તે વિસ્તારના ઉચ્ચ અધિકારી, શ્રમ રોજગાર મંત્રાલયના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશનના ડે.મ્યુનિ. કમિશ્નર  અને જિલ્લા ઉઘોગ કેન્દ્રના અધિકારીનો સમાવેશ થાય છે. ર૦મીથી ઉદ્યોગો પુન: શરૂ  થાય અને સરકારની સુચનાઓ નીતિ નિયમોનું પાલન થાય તેનું ઘ્યાન રાખશે.

ફેકરરી ઉઘોગમાં થર્મલ સ્ક્રીનિંગ માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું પુરતુ સ્વચ્છતા, આવક જાવકનું નિયમન કરવા સાથે ટોળા ન થાય તેવું ઘ્યાન રાખવાનું રહેશે. કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ દર્દી કામે ન આવેતેનું જે તે કંપનીના માલિકો સંચાલકોએ ઘ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત કામદારોને રહેવા માટે તથા આવવા જવા માટે વાહન વ્યવહારની સગવડતા જે તે કંપની માલીકે સંચાલકે સાચવવી પડશે. જો આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો ઉઘોગોને બંધ કરાવવામા આવશે. આ ઉપરાંત મહિલા કામદારોને સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી કામ કરાવી શકાશે. ૨૦મીથી મનરેગાના કામો શરૂ  કરાવી શકાશે. તેમાં સિંચાઇ અને જળ સંચયના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્વરોજગારો ઇલેકટ્રીશ્યન, સુથાર, મોટર મીકેનીક વગેરે જેવા લોકો પોતાની કામગીરી પુન: શરૂ  કરી શકશે જો કે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું વગેરે તકેદારીઓ રાખવી પડશે તેમ અશ્ર્વિનકુમારે જણાવ્યું હતું.

  • નેશનલ હાઇવે પર કાલે રાતથી ટોલટેક્ષ ઉઘરાવાશે!!

દેશમાં કોરોના સામેની લડાઇના પગલે હાઇવે પરના ટોલનાકાએ ટોલટેક્ષ ઉઘરાવવાનું બંધ કરાયાના હવે રપ દિવસ બાદ સોમવારથી હાઇવે તંત્ર દ્વારા ટોલટેક્ષ ફરી ઉઘરાવવાની શરૂ આત કરવામાં આવશે. આ અંગે વાહન વ્યવહાર મંત્રાલયે નેશનલ હાઇવે ઓથોરીટીને સત્તા આપી છે.  હાઇવે પરના ટોલબુથ પર વાહનો પાસેથી ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે તે નેશનલ હાઇવે ઓથોરીટીને સક્ષમ બનાવે છે અને સરકારને આર્થિક મદદરૂ પ બને છે તેમ વાહન વ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું. હાઇવે પરના ટોલ ઓપરેટરો પુન: કંઇ રીતે ટોલટેક્ષ  ઉઘરાવશે તે અંગે હાઇવે તંત્ર વિસ્તૃત માર્ગદર્શન સુચનાઓ આપશે. ગૃહમંત્રાલયે દેશમાં ર૦મીથી આરોગ્યના ચુસ્ત નિયમોનું પાલન કરી

ઉઘોગો તથા બાંધકામો શરૂ  કરવાની અમુક અંશે છૂટ આપી છે એટલે ફરી વાહનોનો ધમધમાટ થશે. કેટલાક ટોલ નાકા ઓપરેટરોએ કહ્યું હતું કે કોરાના કહેર સમયે રોકડ નાણાની લેવડ દેવડ કેવી રીતે કરવી? એ અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ અને યોગ્ય સુચનાઓ આપવી જોઇએ. સરકારે ટોલનાકા પર કામ કરતા કર્મચારીઓને પહોચવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ જેથી ટોલ નાકાની કામગીરી વ્યવસ્થિત ચાલુ કરી શકાય તેમ કેટલાંક ઓપરેટરોએ જણાવ્યું હતું. હાલ અમુક અઠવાડીયા સુધી હાઇવે પર થોડો ઓછો ટ્રાફીક રહેવાની શકયતા છે અગાઉ ર૦૧૬માં નોટબંધી વખતે ર૩ દિવસ માટે ટોલનાકા બંધ રાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.