Abtak Media Google News

રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 50 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે: શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે

ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. એટલે કે કર્મચારીઓની યોગ્ય કામગીરી ન જણાય તો તેઓને નિવૃત્ત કરવામાં આવશે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઇને એક મોટી નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આ નવી ગાઇડલાઇન અંતર્ગત હવે રાજ્યમાં નિષ્ક્રિય અને માપદંડ પ્રમાણે કામ ન કરનારા કર્મચારીને ફરજિયાત નિવૃત્તિ અપાશે. આ ઉપરાંત આ માર્ગદર્શકા અંતર્ગત શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે. ફરજિયાત નિવૃત્તિનો કેસ સામાન્ય વહીવટ વિભાગ અથવા મુખ્ય સચિવ સબમિટ કરી શકશે. સરકારની આ નવી ગાઇડલાઇનથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય (બરાબર કામ ન કરતા હોય) તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે. કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારી કર્મચારી ઓફિસ માટે કઈ કામ ન કરતા જણાશે તો  તેઓને પણ નિવૃત્તિ આપી દેવાશે. આવા કેસમાં એક વર્ષ સુધી વિચારણા કરવામાં આવશે, જે બાદ નિવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેમને પણ નિવૃત કરવામાં આવશે.

સમીક્ષા કરતી વખતે કર્મચારીના કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે

કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે. એટલે કે કર્મચારીના કામની સમીક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે. સમીક્ષા કરતી વખતે કર્મચારીના કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.