Abtak Media Google News

કંપનીઓએ પેકેજ ફૂડમાં ઉપયોગમાં લેવાતા મીઠા, ખંડના પ્રમાણની વિગત આગળ દર્શાવી પડશે

લોકો સ્વાસ્થ્યના બદલે સ્વાદને હર હંમેશ પ્રાધાન્ય આપતા હોય છે અને પરિણામે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે ત્યારે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિયમો અત્યંત આકરા બનાવી દીધા છે અને ફૂડ પેકેજ બનાવતી કંપનીઓને તાકીદ પણ કરી છે કે હવે તેઓએ પેકેજ ફૂડના આગળના ભાગ ઉપર ચીજ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાયેલા મીઠા અને ખાંડની વિગત દર્શાવી પડશે જેનો તાત્પર્ય એ છે કે સ્વાદની સાથે સાથ લોકોને સ્વાસ્થ્યનું પણ મહત્વ સમજાવવામાં આવે.

FSSAIના આ નિયમની અમલવારી કરવાની તાકીદના પગલે કંપનીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે કંપનીઓ પેકેજ ફૂડ આપતા તે છેલ્લે કેટલા કન્ટેન્ટ ઉપયોગમાં લેવાયા છે તે અંગેની માહિતી દર્શાવવામાં આવતી હવે તમામ માહિતી પેકેજના આગલા ભાગ ઉપર જ દર્શાવવામાં આવશે જેથી લોકોને ખ્યાલ આવે કે એ ચીજ વસ્તુ તેમના માટે કેટલા અંશે ઉપયોગી છે કે કેમ?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હાલ આ અંગે નવા નિયમો પણ બનાવી રહ્યું છે અને ગાઈડ લાઈન પણ નક્કી કરવામાં આવી રહી છે આ કરવા પાછળનું મુખ્ય હેતુ એ છે કે લોકોનું સ્વાસ્થ્ય કોઈ પણ રીતે ન જોખમાય. એટલું જ નહીં નવા નિયમો મુજબ હવે કંપનીઓએ ફૂડ પેકેટ માં કેટલી ગંભીરતા છે તે અંગે પણ વિગત દર્શાવી પડશે. સાથોસાથ પેકેજ ફૂડ એક દિવસમાં કેટલી વારમાં આરોગી શકાય તે અંગેની વિગત દર્શાવવી અનિવાર્ય છે.

લિકર બોટલ ઉપર રીતે ચેતવણી આપવામાં આવતી હોય છે એ જ રીતે હવે ફૂડ પેકેટ ઉપર પણ ચેતવણી આપવાની રહેશે. જેથી લોકો પણ જે તે અને તેઓને પણ ખ્યાલ આવે કે તેમના માટે એ ચીજ વસ્તુ કેટલી હાનિકારક છે કે ઉપયોગી છે.

પેકેચ ફૂડ ના આગલા ભાગમાં સ્ટાર રેટિંગ પણ આપવામાં આવશે જેને જોઈ લોકો પણ સમજી શકશે કે તેમના માટે તે ખોરાક કેટલો ઉપયોગી અને લાભદાયી છે હાલ જે નિયમો એફએસએસઆઈ દ્વારા આવવામાં આવેલા છે તેનાથી ઉત્પાદકો માં નારાજગી પ્રસરી છે અને તેઓએ જણાવ્યું છે કે આ નિયમ તેમના ઉદ્યોગને માટી અસર પહોંચાડશે. આજે નવા નિયમો અમલી બનાવવામાં આવવાના છે તે નિયમો મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હાલ અમલી જ છે ત્યારે ભારતમાં તેની અમલવારી ઝડપભેર કરવામાં આવે તે દિશામાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.