Abtak Media Google News

Table of Contents

તારૂ તુજને અર્પણ: સવાસો વર્ષે સવાયું સોપાન

શહેરના  ન્યારી ડેમ રોડ પર અત્યાધુનિક સુવિધાથી સજ્જ 30,000 ચોરસ ફૂટના   વિશાળ પાર્ટી લોન્સનું મોઢ વણિક મહાજન  દ્વારા કરાયું નિર્માણ

ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા જ્ઞાતિજનોને હોંશભેર સામેલ થવા મોઢ વણિક મહાજનના હોદેદારો દ્રારા સ્નેહ નીતરતું નિમંત્રણ

ચંપારણ્યના પૂ.દ્વારકેશલાલજી મહોદયશ્રીના હસ્તે કરશે સમજાર્પણ:”ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ” પુષ્ટિ માર્ગીય ભક્તિ ગીતો અને વિરાટ જ્ઞાતિ ભોજન સહિતના કાર્યક્રમ

યુવીએમસી સુધી જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ સુંદર વ્યવસ્થા:સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતેથી બસ ઉપડશે

કાર્યક્રમની વિસ્તૃત વિગત આપવા મોઢ વણિક મહાજન ટ્રસ્ટના આગેવાનોએ લીધી અબતકની મુલાકાત

Ffff

પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયાંતરે પરિવર્તનનો સ્વીકાર કરનાર વ્યક્તિ કે સમાજને વિકાસ પથ પર આગળ વધતો કોઈપણ રોકી શકતું નથી. હાલ અલગ-અલગ જ્ઞાતિ કે સમાજ દ્વારા જ્ઞાતિજનો સામાજિક  પ્રસંગોની ઉજવણી કરી શકે તે માટે વાડીનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંશજ-જ્ઞાતિજનો એવા મોઢ વણિક સમાજ દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે.રાજકોટની 150 વર્ષથી વધુ જૂની સંસ્થા  મોઢ વણિક મહાજન દ્વારા શહેરના ન્યારી ડેમ રોડ પર ઓટીબીની સામે ભવ્ય પાર્ટી લોન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉજમશીભાઈ વીરચંદભાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સનું આગામી 31 માર્ચને રવિવારના રોજ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીસ્વર સોમયાજી દીક્ષિત અનંત ી વિભૂષિત પૂ.પા.ગો.108  શ્રી દ્રારકેશલાલજી મહોદય ચંપારણ્યના હસ્તે સમજાર્પણ કરવામાં આવશે.

શ્રી મોઢ વણિક મહાજન દ્વારા નવા યુગમાં એક નવા જ પગલાના મંડાણ કરવામાં આવ્યાં છે.સવાસો વર્ષે જ્ઞાતિજનોને કંઈક સવાયું આપવાના  ઉમદા ઉદ્દેશ સાથે મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યશભાઈ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઇ પારેખ, ખજાનચી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઈ મણિયાર, જગદીશભાઈ વડોદરિયા, ઈલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરાની ટીમ દ્વારા અથાગ પરિશ્રમ બાદ યુવીએમસી પાર્ટી લોન્સના નિર્માણના ભગીરથ કાર્ય પાર ઉતારવામાં આવ્યુ છે. આ પાર્ટી લોન્સમાં મોઢવાણિક સમાજના જ્ઞાતિજનો પોતાના વિવિધ સામાજિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે.અંદાજે 30,000 ચોરસ ફૂટના આ પાર્ટી લોન્સ સાથે આધુનિક કોન્ફરન્સ હોલ, વિવિધ સગવડતા સાથેના પાંચ એસી રૂમ અને અલ્ટ્રા મોડર્ન કિચન સહિતના આધુનિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેને જ્ઞાતિના ઉસ્થાન માટે સેવાનો ભેખધારણ કર્યો હતો તેવા જ્ઞાતિ રત્ન ઉજમશીભાઈ વીરચંદભાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સ નામ આપવામાં આવ્યું છે.

આગામી 31મી માર્ચને રવિવારના રોજ સાંજે 5:00 કલાકે આ નવીનતમ સોપાનનું લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે “ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ”શીર્ષક હેઠળ   પુષ્ટિમાર્ગીય ભક્તિ સંગીતના ગીતો તથા વિરાટ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યુવીએમસી પાર્ટી લોન્સના ઉદ્ઘાટનમાં સામેલ થવા ઇચ્છુંક જ્ઞાતિજનો માટે આવવા-જવા માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જે કલાવાડ રોડ સ્થિત  કોટેચા ચોક પાસે આવેલી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતેથી 31મી માર્ચે સાંજે 4 કલાકે ઉપડશે.બસમાં આવવા માંગતા જ્ઞાતિબંધુઓએ  નીતાબેન પારેખ મો.નં.94 282 97414 અથવા છાયાબેન વજરીયા મો.નં.94266 91920 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. પાર્ટી લોન્સના બુકિંગ માટે કેતનભાઇ પારેખ, શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ, મનીષ કોમ્પલેક્ષ અક્ષર માર્ગ રાજકોટ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મોઢ વણિક મહાજનના આ નવીનતમ સોપાનની સર્વત્ર સરાહના થઈ રહી છે.આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા  લોકાર્પણ, “ભક્તિ કે રંગ શ્રીજી સંગ”  અને વિરાટ જ્ઞાતિ ભોજનમાં  જ્ઞાતિજનોને હોંશભેર  સામેલ થવા માટે મોઢ વણિક મહાજન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સ્નેહ નીતરતું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

આગામી સમયમાં શિક્ષણ અને આરોગ્ય સેવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે: ભાગ્યેશ વોરા

T1 82

અબતકની મુલાકાતે  આવેલ મોઢ વણિક મહાજન ટ્રસ્ટના  પ્રમુખ ભાગ્યેશ વોરાએ ભાગ્યેશ ભાઈ વોરા એ અબતક મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે.રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીના વંશજ-જ્ઞાતિજનો એવા મોઢ વણિક જ્ઞાતી દ્વારા નવી જ પહેલ કરવામાં આવી છે. ત્યારે શહેરની 150 વર્ષથી વધુ જુની સંસ્થા શ્રી મોઢ વણિક મહાજન દ્વારા શહેરના ન્યારી ડેમ રોડ પર ભવ્ય પાર્ટી લોન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્ઞાતીનાં   યુવાનો જ્ઞાતીના કાર્યોમાં સહભાગી થાય તેવા અમારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે  આગામી સમયમાં અમારી જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે એજયુકેશન અને આરોગ્ય સંદર્ભે ધ્યાન કેન્દ્રીત કરીશું સમયના ફેરફાર સાથે ધીમેધીમે બદલાવ થઈ રહ્યો છે. અમારા વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ કામગીરી કરી રહી છે. અને આગામી સમયમાં પણ વિવિધ પ્રવૃત્તિઓને  વેગ આપવામાં આવશે. પાર્ટી લોન્સના બુકીંગ વ્યવસ્થામાં અમારી જ્ઞાતીજનો માટે રૂ.21000 જયારે અન્ય જ્ઞાતીઓ માટે રૂ.51,000 રાખવામાં આવેલ છે. અમારી જ્ઞાતીને વધુ પ્રાધાન્ય આપીશું.  વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરવામાં આવશે.

સન્માન પુષ્પ થકી દાતાઓને બિરદાવાશે

એકલ-દોલક નહીં પરંતુ અનેક વ્યક્તિઓના સહિયારા પ્રયાસો થકી સતકાર્યની સુવાસ સમાજમાં ફેલાતી હોય છે.મોઢ વણિક મહાજન દ્વારા આગામી 31મી માર્ચે  યુવીએમસી પાર્ટી લોન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અવસરે ભવ્ય પાર્ટી લોન્સના નિર્માણ માટે   આર્થિક સહયોગ આપનાર તમામ દાતા હોવાનું સન્માન કરવામાં આવશે.સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દાતાઓને સન્માનિત કરી.તેઓની જ્ઞાતિજનો માટે કંઈક કરી છુટવાની  ભાવનાને બિરદાવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.