Abtak Media Google News

Table of Contents

વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર અને સૌરાષ્ટ્રના સાંસદોની બેઠક

સૌરાષ્ટ્રથી હરિદ્વારને નવી ટ્રેન આપવા ભાવનગરથી સુરત નવી ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા તેમજ કોરોનાકાળમાં બંધ થયેલ દુરન્તો ટ્રેન શરૂ કરવા સહિતના મુદે ચર્ચા કરાઈ

પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજરની અધ્યક્ષતામાં જુદા જુદા મુદાઓ પર ચર્ચા: કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, રાજયસભાના સાંસદ, જામનગરના સાંસદ દ્વારા જુદા જુદા પ્રશ્ર્નો ધદ્યાને મુકાયા

વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર આલોક કંસલ અને રાજકોટ અને ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજરની હાજરીમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનાં સાંસદો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સૌરાષ્ટ્રના રેલવે બાબતનાં પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

સાંસદોએ પોતાના વિસ્તારના રેલવેના પ્રોજેકટો, નવી ટ્રેનો, ઈલેકટ્રીફેકશનના કામો, સૌરાષ્ટ્રમાં કોસ્ટલ લાઈન પર રેલવે નેટવર્ક ઉભુ કરવા, કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો પૂન: શરૂ કરવા સહિતના પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી. જેના વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયા, જામનગર સાંસદ પુનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ઉપસ્થિત રહ્યા હતા.

14 પ્રોજેકટો પૈકી 7 પ્રોજેકટોનો સર્વે હાથ ધરાશે: મહેન્દ્ર મુંજપરા (કેન્દ્રીય મંત્રી)

Mahdnra Munjpara1

અબતક સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતુકે રાજકોટ ખાતે રેલવેના જનરલ મેનેજર સાથે સૌરાષ્ટ્ર ઝોનના તમામ સાંસદોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર રીજીયનને લગતા પ્રશ્ર્નો બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં જુની ટ્રેનો શરૂરવાની હોય, કોઈ ટ્રેનોને એકસ્ટેન્ડ કરવાની હોય. તથા જુના 14 પ્રોજેકટમાંથી 7 પ્રોજેકટનો સર્વે થયો છે.

તે બાબતે ઉપરાંત લોકલ પ્રશ્ર્નો જેવા કે ટીકીટનો ભાવ ઘટાડવાનો, જયાં જયાં રેલવેની જમીન છે ત્યા અતીક્રમણ થયેલું છે તે અટકાવવા જે કાંઈ પગલા ભરવા પડે તે બાબતની રજૂઆત કરેલ.2024 સુધીમાં ભારત દેશને ફાટક મુકત કરવા માટે કામગીરી ચાલુ છે. અંડરબ્રીજ, અથવા ઓવર બ્રીજ બનાવવાથી પરિવહનનો સમય બચી જશે. અંડરબ્રીજમાં પાણી ભરાવાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા બાબતે ચર્ચા કરી છે. ઓવરબ્રીજથી જેખર્ચ વધે છે તે માટે પણ રજૂઆત કરેલ. શકય હશે તે રીતે કામગીરી આગળ કરાશે.

સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળે તેવા અમારા પ્રયાસ: રાજેશ ચુડાસમા (સાંસદ જૂનાગઢ)

Rajesh Chudasama1

અબતક સાથેની વાતચીત દરમિયાન જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર ઝોનની સાંસદ અને વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર સાથેની મીટીંગમાં કોરોના મહામારીમાં જે ટ્રેનો બંધ થઈ જે ટ્રેનો કાયમી માટે બંધ થઈ તેના સ્થાને બીજા રૂટોમાં ટ્રેનો શરૂ થઈ જે ટ્રેનો બંધ થઈ છે તે વહેલી તકે ચાલું કરવા રજૂઆત કરી. જયારે હરિદ્વાર અને અન્ય ટ્રેનોના સ્ટોપેજો વર્ષોથી ડિમાન્ડ છે.

તેને વહેલીતકે આપવા અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં લાંબા રૂટની ટ્રેનો મળી રહે તે માટેની રજૂઆત કરેલ મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે આવનારા દિવસોમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં હમણાં જ રાજકોટ-કાનાલૂસ ડબલ ટ્રેકને મંજૂરી મળેલ. તેવી જ રીતે સૌરાષ્ટ્રને વર્ષોથી જે અન્યાય થતો તે છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાનના નેતૃત્વમાં કામો થવા લાગ્યા છે. સૌરાષ્ટ્રને ઘણી નવી ટ્રેનો મળી છે.

વધારેમાં વધારે ટ્રેનો સૌરાષ્ટ્રને મળે તેવો અમારો પ્રયત્ન છે કોડીનાર-વેરાવળની જે વાત હતી. તેમાં ખેડૂતોનો ખૂબ વિરોધ હતો. વિભાગનું અમે ધ્યાન દોરેલ છે. તેમાં પણ રસ્તો કાઢી કામ થશે તેવો મને વિશ્ર્વાસ છે.

ભાવનગરથી સુરત નવી ઈન્ટર સીટી ટ્રેન શરૂ કરવા રજૂઆત: ભારતીબેન શિયાળ (સાંસદ)

Bhartiben1

અબતક સાથેની વાતચીત દરમિયાન ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળએ જણાવ્યું હતુકે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્ર્નો બાબતે સાંસદ સભ્યોની બેઠક વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે યોજાઈ હતી. ભાવનગર અને બોટાદ જે મારો મત વિસ્તાર છે. તેમાં પણ રેલવેના અનેક પ્રશ્ર્નો છે તેની રજૂઆત કરી જેમ કે બોટાદથી સાબરમતી અને ઢસાથી જેતલસર જે મોટા બે પ્રોજેકટોનું નિર્માણ મરા કાર્યકાળમાં થયેલ છે.જેનું કામ હાલ અંતિમ તબકકામાં છે અને નજીકનાં સમયમાં ઉદઘાટન થાય તેવા પ્રયત્નો મારી તરફથી અને રેલવે તરફથી થઈ રહ્યા છે. ભાવનગરથી અમદાવાદ સુધીનું અંતર ઘટવાનું છે.

સમયનો બચાવ થશે નવી ટ્રેન ભાવનગરથી હરિદ્વારની માંગણી હું કરતી આવી છું. ભાવનગરથી સુરતનો વ્યવહાર ટવીન સીટી જેવો છે. ભાવનગરથી સુરતની નવી ઈન્ટરસીટી ટ્રેન શરૂ થાય તે માટેની રજૂઆત કરી છે. ભાવનગરના ઓવરબ્રીજ જે સેન્સન થઈ ચૂકયા છે. તેમાં જે અડચણો આવે છે. જુદા જુદા વિભાગોનું સંકલન કરવું જરૂરી છે તે માટે એક મીટીંગનું આયોજન આગામી દિવસોમાં સ્ટેટ ગર્વમેન્ટ કે હાઈવે ઓથોરીટી સાથે કરેલ છે. રેલવે સ્ટેશનોમાં ફેસેલીટી વધારવા માટે ચર્ચા કરેલ.

 

બોટાદથી સાબરમતી એટલે કે ગાંધીગ્રામનું બ્રોડગેજ ક્ધવઝેશન જેની વર્ષોથી માંગણી હતી. હું પ્રથમ ક્ધવઝેશન જેની વર્ષોથી માંગણી હતી. હું પ્રથમ વખત સંસદમાં ચૂંટાઈ ને ગઈ હતી ત્યારથી કરી હતી. 2016માં આ પ્રોજેકટ મંજૂર થયો હતો. તે પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે છે. 1100 કરોડનો પ્રોજેકટ છે. બીજો મહત્વનો પ્રોજેકટ જે ઢસાથી જેતલસર સુધીનો 945 કરોડનો છે તે માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેવો અંદાજ છે.

બોટાદ-સાબરમતી બ્રોડગેજ ક્ધવઝેશન તે ડિસેમ્બરમાં લોકો માટે ખૂલ્લી મુકવાની રેલવે અધિકારીઓએ ખાતરી આપી છે. રેલવેની કનેકટીવીટી ખૂબ મોટા પ્રમાણમાં ભાવનગર અને બોટાદ જિલ્લાને મળશે તેવી અપેક્ષા છે. મારા વિસ્તારમાં ઈલેકટ્રીફીકેશનનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. પીપાવાવથી ધોળા સુધીનું ઈલેકટ્રીફીકેશનનું કામ પૂર્ણ થયું છે. થોડોક જ ભાગ બાકી છે. જે ઝડપથી પૂર્ણ થશે.

કોસ્ટલ રેલવે લાઈન શરૂ થાય તો બંદરો-પોર્ટને ફાયદો થશે: નારણભાઈ કાછડિયા (અમરેલી સાંસદ)

Naran Kachhadiya1

અબતક સાથેની વાતચીત દરમિયાન અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતુ કે રેલવેની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં રાજકોટ અને ભાવનગર ડીવીઝનનાં અધિકારી વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર તથા સાંસદ સાથે બેઠક હતી. આઝાદી બાદ વધારેમાં વધારે જો રેલવેની સુવિધા ન મળી હોય તો તે સૌરાષ્ટ્ર છે કોંગ્રેસના શાસનમાં કયારેય રેલવે બાબતે સૌરાષ્ટ્રને ધ્યાન પર લેવાયું નથી.

વડાપ્રધાને રેલવે માટેની ચિંતા કરેલ છેલ્લા 7 વર્ષમા મારા અમરેલી મતે ક્ષેત્રમાં અંગ્રેજો વખતની 120 વર્ષ પહેલાની મીટરગેજ લાઈનો હતી તે પરિવર્તન કરી બ્રોડગ્રેજમાં રૂપાંતર થઈ રહ્યું છે. અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે. અને રેલવે લાઈન ચાલુ થશે. મારા ક્ષેત્રમાં એક પણ ટ્રેન નહતી. મળતી આજે બ્રાંદ્રા-મહુવા, સુરત-મહુવા, સહિતના ઘણા રૂટો ચાલુ છે. ઘણા ટ્રેકોનાં ફેરબદલ કરેલ. રેલવે સ્ટેશનોનું નવીનકરણ, રીનોવેશન, પ્લેટફોર્મ ઉંચા લીધેલ, શૌચાલયની વ્યવસ્થા, સફાઈ કરવામાં આવે કોરોના કાળમાં રેલવેએ ટ્રેનો ચલાવી શ્રમીકોને માદરે વતન પહોચાડેલ તે ખૂબજ સરાહનીય બાબત છે.

સૌરાષ્ટ્રના તમામ સાંસદોએ કોસ્ટલ-નેશનલ હાઈવે જેમ નીકળેલ છે તેવી જરીતે કોસ્ટલ રેલવે લાઈન થાય કોસ્ટલ નેશનલ હાઈવે બાજુમાં તેની રજૂઆત કરેલ. સૌરાષ્ટ્રના દરેક દરિયાકાંઠાના બંદરો, પોર્ટને મોટો ફાયદો થાય અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ફાયદો થાય. સુરતથી ભાવનગર, ભાવનગરથી રાજુલા, પીપાવાવ પોર્ટ, ગીર સોમનાથથી દ્વારકા આવી રીતે આખો કોસ્ટલ હાઈવેનું કવરેજ થાય તો સૌરાષ્ટ્રને ફાયદો થશે. મારા મત વિસ્તારમાં લગભગ ઈલેકટ્રીફીકેશનનં કામ પૂર્ણતાના આરે છે.

જામનગરમાં માત્ર ઓવરબ્રીજ બનાવવા પૂનમબેન માડમની માંગ

Poonam Madam1

અબતક સાથેની વાતચીત દરમિયાન જામનગરના સાંસદ પુનમબેન માડમએ જણાવ્યુંં હતુ કે પશ્ર્ચિમ ઝોન રેલવેની રાજકોટ અને ભાવનગર મંડળની રાજકોટ ખાતે બેઠક હતી જેમાં સાંસદો અને જી.એમ. ઉપસ્થિત હતા. કોવિડમાં જે લોકલ ટ્રેનો બંધ છે. તેને શરૂ કરવી.

જે સ્ટોપેજીસ બંધ થયા તેને ફરીથી શરૂ કરવા ડબલ ટ્રેક સેશનનું કામ ઝડપથી આગળ વધે તે વ્યવસ્થા કરવી. અમુક નવી ટ્રેનોની માંગણી છે જે જરૂરી છે. જેમકે સૌરાષ્ટ્રને હરીદ્વાર સાથે વધુ કનેકશન છે તો તેનીક કનેકટીવીટી મળે. આપણા સમગ્ર વિસ્તારને સુરત સાથે વધુ કનેકટીવીટી મળે. જેમાં ભાવનગર, અમરેલી, જામનગર, સોમનાથ દ્વારકાને વધુ મજબૂતીથી કનેકટ કરવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવેએ પહેલી વખ્ત જે પ્રકારના કામો કરી રહ્યા છે.

જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનું મજબૂતીકરણ, નવું ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવું નવી ટ્રેનો સ્ટોપેજીસ આપવાના હોય તે કામો થઈ રહ્યા છે. મને ખાતરી છે. આજે જે ચર્ચા થઈ છે. તે આયોજન પૂર્વક આવતા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રેલવે મીનીસ્ટરોના નેતૃત્વથી સૌરાષ્ટ્રને વધુ સેન્ટરો અને સમગ્ર દેશ સાથે જોડવાનું કાર્ય કરશે.

મારા વિસ્તારમાં હમણા જ કેબીનેટમાં રાજકોટ-કાનાલૂસ ડબલ ટ્રેક સેશનનું કામ મંજૂર કરેલ છે તે કામ ઝડપથી આગળ વધે તેવા પ્રયત્નો છે. કાનાલૂસ સુધી પહોચશે તો અમે ઓખા સુધી પહોચાડી શકીશું. ઈલેકટ્રીફીકેશનું કામ મારા વિસ્તારમાં ખૂબ સારી રીતે ઓખા સુધી પહોચી ગયું છે. મારી જે મારા વિસ્તાર માટેની માંગણી છે. અમુક ટ્રેનો કોવીડના કારણે બંધ છે તે ફરીથી શરૂ થાય.

સ્ટોપેજીસ બંધ તે ફરીથી શરૂ થાય. રેલવે ક્રોસીંગ જે બંધ કરવામાં આવે છે. તે ક્રોસીંગમા જે અંડર બ્રીજ છે. તેમા પાણી ભરાવાના પ્રશ્ર્નો રહે છે. અંડરપાસ હશે તો પાણી ભરાશે જ તેનું કેવી રીતે તાત્કાલીક નિકાલ થાય તે વ્યવસ્થા ઉભી કરવામા આવે. અને જેટલી એલસી બંધ થાય છે તેમાં મારૂ સૂચન એવું છે અને માંગણી પણ છે કે તેમાં ઓવરબ્રીજ આપવામાં આવે ન કે અંડર પાસ અંડર પાસનાં ઘણા પ્રશ્ર્નો હોય છે ઓવરપાસથી ઘણા પ્રયત્નો હલ થાય છે. અને તે દિશામાં જે પોલીસી અને કેન્દ્રના જે નિયમ છે 50-50 ટકાની ભાગીદારી કેન્દ્ર અને રાજય સરકારની હોય છે. તે નિયમમાં પણ ફરીથી ફેરબદલ કરવામાં આવે. જેના માધ્યમથી કેન્દ્ર સરકાર જલ્દીથી ઓવરપાસ બનાવી શકે તે દિશામાં મારા પ્રયત્નો રજૂઆત છે અને કેન્દ્રમાં પણ આ વાત હું મૂકિશ.

હાપા-મુંબઈ ચાલતી દુરન્તો તાકીદે શરૂ થાય: રામભાઈ મોકરીયા (રાજય સભા સાંસદ)

Ram Mokariya1

અબતક સાથેની વાતચીત દરમિયાન સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતુ કે વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર સાથે સાંસદ સભ્યોની મીટીંગમાં રેલવેના પ્રશ્ર્નો અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કોવીડને કારણે જે ટ્રેનો બંધ છે. તે ઝડપથી શરૂ થશે. સૌરાષ્ટ્રમાં રાજકોટથી મુંબઈ જવા માટે અઢીથી ત્રણ વચ્ચે બે જ ટ્રેનો ચાલે છે. તેના બદલે એક અઢી વાગ્યે અને બીજી 5.40 એ ઉપડે જે અગાઉના સમય મુજબ શરૂ થાય. જેથી મુસાફરોને સમસ્યા ન થાય.

ઓખાથી દેહરાદૂન, હરીદ્વાર જવા માટે અઠવાડીયામાં એક જ ટ્રેન મળે છે. જે અઠવાડીયામાં ત્રણ વખત મળવી જોઈએ. ગુજરાતીઓ હરિદ્વાર જતા હોય તેને અનુકુળતા પડે. અને ભીડ પણ ન થાય અને ટીકીટ જલ્દી મળે તેવી જ રીતે દ્વારકા-નાથદ્વારા, રાજકોટ તે અઠવાડીયામાં એક વખતની બદલે જે અઠવાડીયામાં ત્રણ વખત થાય.

ઇલેકટીફીકેશનું કામ ડિસેમ્બર-2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક: આલોક કંસલ (જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે)

Gm1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું કે, રેલવેની એક પ્રક્રીયા છે કે, જેમાં અમારે ક્ષેત્રોમાં જઇ સાંસદો સાથે મીટીંગ કરીએ જેમાં અંગે રેલવેના વિસ્તારના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવે છે. હાલ નવી ટ્રેનો ચલાવવા, ટ્રેનો હોલ્ટ આપવા, યાત્રીકોની સુવિધાઓમાં સુધારો કરવો, નવી લાઇન બનાવવા સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી છે અને તેમની રજુઆતો પર આગળ કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં હાલ ડબ્લીંગ, ગેજ ક્ધવર્ઝન, નવી લાઇનના જે પ્રોજેકટો સેન્સન છે તેના પર કામ ચાલુ છે. જે સેકશન સીંગલ લાઇનના છે તેને ડબલ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. ઇલેકટ્રીફીકેશનની કામગીરી ચાલુ છે. રાજકોટ અને ભાવનગર ડીવીઝનમાં કામો ચાલુ છે. વેસ્ટર્ન રેલવેમાં ઇલેટીકેશનનું કામ ડીસેમ્બર-2023 માં કામ પૂર્ણ થશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના થકી ડીઝલનું બચત થશે. અને ઇલેકટ્રીક એન્જીન દ્વારા ટ્રાન્સપોટેશન કરવામાં આવે આવશે. કોરોનામાં કોચીંગ ટ્રેનો બંધ હતી પરંતુ ગુડસ ટ્રેનોનું ટ્રાન્સપોટેશન શરુ હતું.

જેમાં અનેક વસ્તુઓનું પરિવહન થયું હતુ. પશ્ર્ચિમ રેલવેએ ગત વર્ષ 81 મીલીયન ટન લોડીંગ કરી હતી.કોરોના અસર ઓછી થતાં કોચીંગ ટ્રેનો શરુ થઇ હાલ પશ્ર્ચિમ રેલવેની 80 ટકા મેલ એકસપ્રેસ ટ્રેનો શરુ થઇ ચૂકી છે. પેસેન્જર ટ્રેનો, ડેમુ, ઇએમયુ, ટ્રેનો 50 ટકા શરુ કરેલ છે. અને મને આશા છે કે આવતા એક બે મહિનામાં અમે લોકો તમામ ટ્રેનો શરુ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.