Abtak Media Google News

Table of Contents

બિલ્ડર એસોસિએશન અને આઇઆઇઆઇડી સૌરાષ્ટ્ર ચેપ્ટરના હોદેદારો અબતકની શુભેચ્છા મુલાકાતે

ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ – સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસપો અને શોકેશ -2023 આગામી તા .6 થી 11 જાન્યુઆરી 2023 દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ , રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે.

સમગ્ર ગુજરાતનો સૌથી મોટો પ્રોપ્રર્ટી એકસ્પો તા .6 જાન્યુઆરીના રોજ ખુલ્લુ મુકવામાં આવનાર છે . આ  એકસ્પોમાં ગુજરાતનાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી અને મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યઓને પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે , જેમાં આશરે 3,50,000 જેટલા લોકો આ એકસ્પોની મુલાકાત લેશે.

આ એકસપો માં લોકોએ સપનાનું ઘર વિચારેલ હશે તેવા પ્રોજેક્ટ પણ હશે તો સાથે સાથે ધર વપરાશને લગતા તમામ ઈન્ટીરીયર ડીઝાઈનીંગ તથા આર્કિટેકચરલની તમામ જરૂરીઆત એક સ્થળે મળી રહેશે . ઉપરાંત પ્રોપર્ટી ડેવલોપર્સ અને નાના – મોટા બિલ્ડર્સ , સેનેટરીવેર્સ અને બાથ ફીટીંગ્સ , સ્ટોન અને ટાઈલ્સ ઉત્પાદકો , ડોર અને વિન્ડો , હાર્ડવેર અને ફર્નિચર ફીટીંગ્સ , કીચન અને હોમ એપ્લાયન્સીઝ , લાઈટ્સ અને ઈલેકટ્રીક આઈટમ્સ , પ્રીન્ટ અને ક્ધસ્ટ્રકશન્સ કેમીકલ્સ , ડેકોરેટીવ ગ્લાસ અને ગ્લાસ ફીટીંગ્સ , એરકંડીશન્સ , બીલ્ડીંગ મટીરીયલ્સ , પ્રોફેશ્નલ અને ડીઝાઈન એકેડેમીક ઈન્સ્ટીટયુટ પણ જોડાયેલ છે.

ક્રેડાઈ, રાજકોટ બિલ્ડર એસો. અને આઈઆઈઆઈડી સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા આયોજિત ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી એક્સપો છ દિવસ ચાલશે, 11મીએ થશે પૂર્ણાહુતિ

આ એકસ્પોમાં 300 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે . સમગ્ર ઇવેન્ટમાં કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન 200 લોકોની બેઠક ક્ષમતા સાથે થશે . એકસ્પોમાં કુલ 50,000 સ્કે . મીટર જગ્યામાં ઉભુ કરાશે . 1500 થી વધુ લોકોની બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ પ્લાઝા હશે . ક્રેડાઇ આર.બી.એ  અને  આઈઆઈઆઈડી  ના રાષ્ટ્રીય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ એકસ્પોમાં 50 જેટલા બિલ્ડરોનાં 150 પ્રોજેકટનું ડીસ્પ્લે , 138 પ્રોપર્ટી સ્ટોલ અને 176 જેટલા ઈન્ટીરીયર સ્ટોલ પ્રોડકટ્સનાં સ્ટોલ આપની સમક્ષ ખુલ્લા મુકવામાં આવનાર છે. જેમાં 150 થી વધારે લોકલ અને નેશનલ કંપનીઓની ઈન્ટીરીયર બ્રાન્ડ પણ આ એકસ્પોમાં જોવા મળશે.

6 જર્મન એસી ડોમ, અંદાજે 3.50 લાખ લોકો લેશે મુલાકાત: 50 હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં 138 બિલ્ડર સ્ટોલ અને 176 ઇન્ટિરિયર પ્રોડક્ટ સ્ટોલ મળી 300થી વધુ સ્ટોલ હશે: 50 જેટલા બિલ્ડરોના 150 પ્રોજેક્ટનું થશે ડિસ્પ્લે, ડેઇલી ઇવનિંગ ઇવેન્ટ અને લાઈવ આર્ટ ક્રાફટ સાહિતના આયોજનો

આ એકસ્પોમાં આવનાર મુલાકાતીનાં મનોરંજન માટે દરરોજ અવનવા ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં 175 થી વધારે કલાકારો દ્વારા ધમાકેદાર ભાંગડા , મેવાસી , કથક , મણીપુરી , ભારત નાટયમ , રાઠવા , સિદ્દી ડાન્સ તેમજ સૌરાષ્ટ્રનાં કલાકારો પોતાની કલાનાં કામણ પાથરશે . તદ્ઉપરાંત બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ પણ ખાસ પધારશે તો સાથે સાથે બોલીવુડનું ફેમસ શરીફ તોશી બ્રધર્સનાં શો પણ રાખવામાં આવેલ છે , તેમજ બોલીવુડ સિંગર ચારુ સેમવાલ પોતાનું પર્ફોમન્સ રજુ કરશે , દિલ્હીનું ફેમસ ડાન્સ ગ્રુપની સાથે સાથે ઈન્ટરનેશનલ ડાન્સ પર્ફોમન્સ પણ રજુ કરવામાં આવનાર છે , આ શોની સાથે સાથે એવોર્ડ ફંકશન પણ રાખેલ છે જેમાં સ્ટોલનાં બેસ્ટ પ્રોજેકટ ધારકોને એવોર્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે . ત્યારબાદ ગુજરાતી ફોક ફ્યુઝનનો એક નવા જ કોન્સેપ્ટ સાથેનો અદ્ભુત કાર્યક્રમ પણ આ એકસ્પોમાં સામેલ કરવામાં આવેલ છે . ત્યારબાદ મેગા એવોર્ડ સેરેમની રાખેલ છે જેમાં દ્રશ્યમ મુવી ફેઈમ ઈશીતા દત્તા પણ ખાસ

હાજરી આપશે અને સાથે સાથે આગ્રાનું મશહુર ગ્રુપ તથા ઈન્ડીયા ગોટ ટેલેન્ટ ફેઈમ વી ફોર વન્સ મોર બેન્ડ પોતાની અદ્ભુત શૈલીમાં સ્ટેજ શો કરશે જે ખરેખર માણવા લાયક છે આ બધા ઈવેન્ટ એકસ્પોનાં અલગ અલગ દિવસે આયોજન થશે . આ ઈવેન્ટને સફળ બનાવવા મુજરા ઈવેન્ટસનાં 100 થી વધારે વ્યકિતઓ કે જેઓ પ્રોડકશન , આર્ટીસ્ટો અને મેનેજમેન્ટ જેવી વિવિધ ટીમો બનાવી સક્રીય બનેલ છે.

આ એકસપોમાં રાજકોટનાં નામાંકિત 50 થી વધારે બિલ્ડરો દ્વારા 150 થી વધારે પ્રોજેક્ટનું ડીસ્પલે રજુ કરવામાં આવનાર છે જેથી કરીને આપને આપની પસંદગી અને બજેટને અનુરૂપ ચોઈસ કરી શકશો . તો સાથે સાથે મુલાકાતીઓની સરળતા માટે નામાંકિત બેન્કનાં એકઝીકયુટીવ પણ હાજર રહેશે જેથી આપની પસંદગીની પ્રોપટી ઉપર આપને કેટલી લોન અને કેટલું ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરીત મળી રહે .

આ એકસ્પોમાં સ્પેશ્યલી ડીઝાઈનર ડોમમાં પેઈન્ટીંગ ઝોન , સેમીનાર ડોમ જેમાં દરરોજ નામાંકિત વકતાઓના સેમીનાર , રીક્રીએશન ડોમમાં આર્ટીસ્ટ દ્વારા ભાતીગળ પેઈન્ટીંગની અદ્ભુત કૃતિઓ રજુ કરશે . રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે આ આ એકસ્પો મુલાકાત લેવી તે એક મહામુલો લ્હાવો છે કારણ કે જ્યાં આપને જોઈતી તમામ પ્રોડક્ટસ એક છત નીચે મળી રહેશે.

ધ ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈથી વધુ જાણીતું છે , અને તેના એકભાગ રૂપે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન એક સંસ્થા છે જે એક બેનર હેઠળ બાંધકામ ઉદ્યોગના વિવિધ શાખાઓને એક સાથે લાવે છે . આ સંગઠન 1990 માં શરૂ થયું હતુ.

તેવી જ રીતે ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ની સ્થાપના 1972 માં કરવામાં આવી હતી . આ સંગઠનનું ઉદ્દેશ તેના સભ્યોમાં સારી વ્યાવસાયીક અને વેપાર પદ્ધતિઓ અને નૈતિકતા અધિષ્ઠા પિત કરવાનું છે. આ સંસ્થાને ભારતના ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાયમાં આગળ વધવા માટેના  દૃશ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી આઈઆઈઆઈડી ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને

એશીયા પેસિફીક સ્પેસ ડિઝાઇનર્સ એસોસીએશનનું સભ્ય છે . આઈઆઈઆઈડી પાસે સમગ્ર દેશમાં 31  ચેપ્ટર અને સેન્ટર છે. સૌરાષ્ટ્ર ચેપ્ટર આઈઆઈઆઈડી ના સૌથી સક્રિય ચેપ્ટરોમાંનુ એક છે.

રૂડા વધુ સવલત આપે તો રિયલ એસ્ટેટ જેટ ગતિએ આગળ વધે

રાજકોટ બિલ્ડર એસો.ના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે હજુ પણ રિંગ રોડથી અંદરની બાજુએ જો એક – દોઢ કિમિ પ્રોજેક્ટ તૈયાર કરવો હોય તો મેટલિંગ, ડામર રોડ, ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સિસ્ટમ બધું બિલ્ડરને પોતાના ખર્ચે તૈયાર કરવું પડે છે. અમદાવાદના ઉડા અને સુરતના સુડામાં આ બધી વ્યવસ્થા પહેલે થી જ પહોંચી ગઈ હોય છે. બાદમાં ડેવલપમેન્ટ ચાલુ થાય છે. અહીં ચિત્ર ઉલ્ટું હોય લોકોને શહેરની બહાર રહેવા જવું છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અભાવે જતા નથી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવો ન ચાલે

પરેશ ગજેરાએ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવો તે ન ચાલે. બીજો રિંગ રોડ અત્યારથી જ ફોર ટ્રેક બને, ત્યાં ઓવરબ્રિજ બને તે જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ ઝંઝટ ન રહે. જો જ્યારે જરૂર પડે ત્યારે જ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવામાં આવે તો હેરાનગતિ થાય. આ માટે અમે તો અનેક વખત રૂડાને રજુઆત કરી છે. પરંતુ રૂડા દ્વારા ફંડનો અભાવ હોવાનું જણાવવામાં આવે છે.

મહાપાલિકાઓમાં માત્ર એફએસઆઈની આવકનો હિસ્સો જ 10થી 15 ટકા

પરેશ ગજેરાએ જણાવ્યું કે અત્યારે સૌરાષ્ટ્રમાં મહાપાલિકાથી માંડી નગરપાલિકાઓમાં માત્ર એફએસઆઈની આવકનો હિસ્સો જ 10થી 15 ટકા છે. પ્લાન મંજૂરી અને ટેક્ષ સહિતની આવકનો હિસ્સો તો અલગ છે. આમ પાલિકાઓમાં બિલ્ડર તરફથી અઢળક આવક કરાવવામાં આવે છે. પરંતુ તે પ્રમાણે સુવિધાઓ મળતી નથી.

બાંધકામને ઉદ્યોગનો દરજ્જો આપો

પરેશ ગજેરાએ જણાવ્યું કે અત્યારે બિલ્ડરોની છાપ ધનાઢ્યમાં થાય છે. એટલે બેન્ક કે સરકાર કોઈ લાભ આપવા તૈયાર નથી. સરકારને અમે રજુઆત કરી છે કે બિલ્ડરોને ઉદ્યોગોનો દરજ્જો આપવામાં આવે. કોઈ લાભ મળતો ન હોય પેલેથી છેલ્લે સુધીનું ભારણ બિલ્ડરોના માથે આવે છે અને બાદમાં આ ભારણ પરચેસર સુધી પહોંચે છે.

અધિકારીઓની અછતથી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં વિલંબ

પરેશ ગજેરાએ જણાવ્યું કે અત્યારે એક અધિકારી પાસે બેથી ત્રણ જગ્યાનો ચાર્જ હોય છે. જેથી તેઓ ધ્યાન આપી શકતા નથી. ટીપીઓની જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે. જેથી ટીપીઓ ઉપર કામનું ભારણ વધુ છે.શહેરી વિકાસ વિભાગમાં પણ સ્ટાફની અછત છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રકચરના મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યા છે.

આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઈનર માત્ર ધનાઢ્ય લોકો માટે છે તે મોટો ભ્રમ

ભરતભાઇ હાપાણીએ જણાવ્યું કે  આર્કીટેક કે ઇન્ટિરિયર ડિઝાઈનર ધનાઢ્ય લોકો માટે છે તે મોટો ભ્રમ છે. તેઓ જગ્યા અને ખર્ચનું બેસ્ટ પ્લાનિંગ કરી આપે છે. બજેટને તેની સાથે કોઈ લેવા દેવા નથી. લોકોમાં જાગૃતતા નથી. લોકોના મનમાં એવું છે કે ઇન્ટિરિયર ડિઝાઈનરને એપોઇન્ટ કરો એટલે ખર્ચ વધે. એવું બિલકુલ નથી.

ક્લાયન્ટને સંતોષ આપે એ જ ડિઝાઇન બેસ્ટ

હરેશભાઇ પરસાણાએ જણાવ્યું કે મોંઘુ એ સારું હોય એવી માન્યતા છે. જે ખોટી છે. ડાઇનિંગ ટેબલ ઉપર ફેમિલી બેઠુ હોય અને તે ખુશ હોય તો તે ડિઝાઇન સારી છે. ક્લાયન્ટનો સંતોષ મળે એ જ બેસ્ટ ડિઝાઇન હોય છે. સારી ડિઝાઇન જ એ છે કે ક્લાયન્ટને ગમે. ઇકોનોમી કેમ કરવું એ ઇન્ટિરિયર ડિઝાઈનરનો ટાર્ગેટ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.