Abtak Media Google News

પ્રજાને ધરમના ધકકા: વેધરપ્રુફ રૂમની સુવિધાનો પ્રજાજનોની માંગણી

ઓખામંડળ તાલુકાના મુખ્ય મથક દ્વારકાની મામલતદાર કચેરી દરિયાકાંઠે આવેલી હોવાથી ક્ષારોના કારણે અવારનવાર ઠપ્પ થઈ જતી જી-સ્વાન સેવા સુધારવા વેધરપ્રૂફ રૃમ સહિતના પગલાં લેવા જરૃરી હોવાની માંગ ઊઠી રહી છે. પાંચ દિવસથી જી-સ્વાન બંધ રહેતા પ્રજાજનો પરેશાન થયા છે.

ઓખામંડળ તાલુકાનું મુખ્યમથક દ્વારકા છે,  જેની મામલતદાર કચેરી સહિતનું મહેસુલ ભવન દરિયાકાંઠે હોવાથી અદ્યતન ટેકનોલોજીને ક્ષારો લાગી જતા અવારનવાર સરકારી કામો ઠપ્પ થઈ જતા હોય છે. પાંચ દિવસથી જી-સ્વાન સેવા ઠપ્પ થવાથી પ્રજાજનો પરેશાન થયા છે, જેથી રાજ્ય સરકારની ભારે ટીકા થઈ રહી છે.

સરકારે અનેક સેવાઓ ઓનલાઈન અને કોમ્પ્યુટરાઈઝ કરી છે. પ્રજાજનોના રોજ-બ-રોજના કામો તેના આધારિત હોય છે. વિવિધ પ્રકારના દાખલાઓ, રાશનકાડઁ,ચુટણીકાડઁ,આધારકાર્ડ્ડને લગતા કામો અને સરકારી સેવાઓ આ કારણે ઠપ્પ થઈ જતી હોય છે. જી-સ્વાન બંધ થઈ જતા ખાસ કરીને જમીન-મિલકતના રજિસ્ટ્રેશન માટે બહારના જિલ્લાઓ કે તાલુકાઓમાંથી આવેલા અરજદારોને ધરમધક્કા થતા હોય છે, તો નાના-મોટા અન્ય કામો માટે પોતાનું રોજ છોડીને કે ધંધો-વ્યવસાય બંધ રાખીને આવતા અરજદારોને રોજીંદા આંટા ફેરા કરવા પડે છે.

આ માટે મહેસુલભવન-મામલતદાર કચેરીમાં એક વેધરપ્રૂફ રૃમ ઊભો કરવા સહિતની સુવિધાઓ વધારવી જરૃરી છે, કારણ કે પચીસ જેટલી સરકારી સેવાઓ ખોરવાઈ જતા સેંકડો લોકોને થતી હાડમારી દૂર કરવી જરૃરી છે.

દ્વારકા, મીઠાપુર, ઓખા, બેટ-દ્વારકા સહિત ૪૨ ગામના લોકો  થતી આ કાયમી સમસ્યાના કારણે લોકો સરકારની ટીકા કરતા હોઈ છે સ્થાનિક અધિકારીઓએ આ અંગે તેની ’ઉપરી’ કચેરીઓને જાણ કરી હોવા છતાં નિવારણ થતું નહીં તહોવાનું પણ જાણવા મળે છે.તજી-સ્વાનની સેવાઓ માટે કોન્ટ્રાક્ટરો સર્વિસ નિયમિત નહીં કરતા હોવાથી ઈજારેદારોના પાપે સરકાર બદનામ થઈ રહી હોય તેમ જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.