Abtak Media Google News

૨૪ જુલાઈથી ૨૧ ઓગસ્ટ સુધી દરરોજ ૧૫૦ દંપતિઓ યજ્ઞનો લાભ લેશે

ઓખાના દરીયા કિનારે આવેલ વ્યોમાણીધામ વિરમેશ્ર્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવભકત પબુભા માણેક પરીવાર દ્વારા ‘પંચ કુંડી હોમાત્મક મહા અતિ ‚દ્ર યજ્ઞ’ કરવામાં આવે છે. જેના મુખ્ય યજમાન વિજયભાઈ માનણભા માણેક રહેલ છે. આ યજ્ઞ ૩૦ દિવસ એટલે કે તા.૨૪ જુલાઈથી તા.૨૧ ઓગસ્ટ ૨૦૧૭ સુધી ચાલશે. ૨૦ વર્ષે શ્રાવણ મહિનામાં અનોખો સંયોગ પાંચ સોમવાર સાથે શિવ પાર્થિવેશ્ર્વર પુજનનો પ્રારંભ થશે.

સ્વતંત્રના દિન ૧૫ ઓગસ્ટે જન્માષ્ટમી, પૂર્ણાહુતી સોમવારે શ્રાવણમાસમાં સોમવતી અમાસની વિશિષ્ટ ઉજવણી, જળાભિષેક અને પૂજન થશે. ખાસ કરીને આ મહિનામાં પાંચ સોમવાર જે અંતર્ગત તા.૨૪ જુલાઈ, તા.૩૧ જુલાઈ, તા.૭ ઓગસ્ટ, તા.૧૫ ઓગસ્ટ, તા.૨૧ ઓગસ્ટે સોમવારે આવે છે. તેમાં પણ તા.૭મી એ પૂનમના રોજ રક્ષાબંધન સોમવારે આવે છે. એજ રીતે તા.૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતાદિન અને જન્માષ્ટમીના દિવસે પણ સોમવાર આવે છે. આમ એક જ દિવસે શ્રીકૃષ્ણ અને શિવજીની આરાધના કરવામાં આવશે. ત્યારે ખાસ રાષ્ટ્રભકિતનો પણ દિવસ બની રહેશે. એટલે કે ખાસ પ્રકારે શિવઅર્ચના, શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને સ્વતંત્રતા દિનનો ત્રિવેણી સંગમની ઉજવણી એક સાથે કરવામાં આવશે. છેલ્લા ૨૧મી ઓગસ્ટે શ્રાવણમાસની અમાસ આવે છે. તે પણ સોમવારે આવે છે. જેને કારણે શ્રાવણની સોમવતી અમાસ બનતા તેનું મહત્વ અનેકગણુ વધી જાય છે.

આ પવિત્ર શ્રાવણ માસની શિવ ઉપાસના અને આ પંચકુંડી હોમાત્મક મહા અતિ‚દ્ર યજ્ઞમાં જે કોઈ ભાવિકો શિવભકતોએ લાભ લેવો હોય તેમણે પોતાના નામ મંદિરે પુજારી પાસે તથા સાગર એન્ટરપ્રાઈઝ નવી બજાર ઓખા હરેશભાઈ ગોકાણીને લખાવી જવું. જેમાં એક દંપતીએ એક દિવસ યજ્ઞમાં બેસવાનું રહેશે. દરરોજ પાંચ કપલ પાંચ કુંડમાં બેસશે સવારે નવથી બાર અને બપોરે ત્રણ થી છ સુધી બેસવાનું રહેશે. જેમાં મુખ્ય યજમાન વિજયભાઈ માણેક પાંચ કુંડની પુજા કરી પ્રથમ આહુતી સાથે ૐ સ્વાહાના મંત્ર કરતા આ હવનનો પ્રારંભ કરશે. જે શિવભકતોએ આ માહ ‚દ્રી યજ્ઞનો લાભ લેવા ઈચ્છા હોય તેઓએ પોતાનું નામ તથા તારીખ મેળવી લેવા એક યાદીમાં જણાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.