Abtak Media Google News

નિયમ ભંગ કરનાર ‘અબતક’ ડિજિટલ મીડિયાના કર્મચારીનું વાહન ડીટેઇન કર્યુ

“કાયદો સર્વે માટે સમાન” પોલીસ કમિશનરની કાર્યવાહીને ‘અબતક’ પરિવારે બીરદાવી

સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રષ્ટાંતરુપ કરી શકાય તેવી કામગીરી કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર કડક કાર્યવાહી કરતા હોય છે. પરંતુ  ટ્રાફિક નિયમનનો કડક અમલ કરાવવા ખુદ ગબ્બર મેદાને આવીને કાર્યવાહી શરુ કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા ‘અબતક’ના ડિઝીટલના બે કર્મચારીના બાઇકની નંબર પ્લેટ વળેલી હોવાથી ડીટેઇન કયુ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ટ્રાફિક અવનેશ અંગેની કામગીરીને ‘અબતક’ મિડીયા બિરદાવે છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પોતાની ઓફિસથી કામ આટોપી પોતાના બંગલે જઇ રહ્યા હતા ત્યારે રેસકોર્ષ રીંગ રોડ પર આગળ જઇ રહેલા ટુ વ્હીલરની નંબર પ્લેટ વાળેલી તેમની નજરે પડતા ટુ વ્હીલરના ચાલકને અટકાવી બાઇકના જરુરી દસ્તાવેજ અને નંબર પ્લેટ અંગે પૂછપરછ કરી ત્યારે બંને ‘અબતક’ મિડીયાના ડિઝીટલ વિભાગના ડીઝીટલ વિભાગના  એડીટીગ અને  કોડીનેટર કર્મચારી હોવાની ઓળખ આપી હતી  પરંતુ કાયદો  સર્વે  માટે સમાન અને  નિયમનું ચુસ્ત પાલન કરાવતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે બાઈક ડીટેઈન કરવાના  આદેશ આપ્યા હતા.

‘અબતક’ મીડીયા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની  ટ્રાફીન નિયમન અને  કાયદા વ્યવસ્થાની કામગીરીને  બિરદાવે છે અને પ્રજાને  આ અંગે  સારો મેસેજ પણ  પાસ થાય છે. કોઈની  શેહશરમ રાખ્યા વિના કામ કરતા પો. કમિશ્નર  રાજુ ભાર્ગવથી ગુનેગારો તો ઠીક  પરંતુ આમ જનતાને પણ ‘કાયદે મે રહોગે  તો ફાયદે મે રહેગે’ એવા સંકેતો  આપ્યા છે. અને આવી કામગીરીની  તમામ  કર્મચારીને  સીખ મળી રહે તે પણ જરૂરી છે. સૌરાષ્ટ્રના પાટનગર  રાજકોટમાં  ગુન્હાનું પ્રમાણ અંકુશમાં જ રહેશે. જયારે  આવા પ્રમાણીક અને  બાહોશ અધિકારી હશે તો.!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.