Abtak Media Google News

જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘનું સંયુકત આયોજન

ગાદીપતિ પૂ. ગીરીશમુનિજી મ.સા.ની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે જૈન પ્રોગ્રેસીક ગ્રુપ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘ દ્વારા આવતકાલે સવારે ૯ થી ૧ કલાકે શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ, પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે તેમજ એચ.જે. સ્ટીલ, દુધ સાગર રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વધુ વિગત આવ્યું છે. જૈન અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂ. ગાદી પતિનો ૧ લાખ કી.મી.નો પગપાળા વિહાર તેમજ છેલ્લે સુધી ચાતુર્માસ દરમીયાન બે વર્ષથી તબીયત નાદુરસ્ત હોવા છતાં ધર્મોપદેશ આપવાની ભાવના પ્રેરણાદાયી છે. તેઓની દ્વિતીય પુણ્યતિથિ નીમીતે સમગ્ર આયોજન કરછવામાં આવ્યું છે.

Advertisement

આ સેવા કાર્યમાં જોડાવા જૈન પ્રોગેસીવ ગ્રુપ ઋષભાઇ શેઠ અને પ્રદીપભાઇ ગોસલીયાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.