Abtak Media Google News

રૈયા ગામ, નવા થોારાળા, ખોરાણા અને રાજારામ સોસાયટીમાં પોલીસ ત્રાટકી: રૂ. એક લાખનો મુદામાલ કબ્જે

રૈયા ગામ, નવા થોરાળા, ખોરાણા અને  રાજારામ સોસાયટીમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા ર૩ શખ્સોને રૂ. એક લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ નવા થોરાળા મેઇન રોડ પર આવેલ સત્યવિજય પાન નામના મકાનની છત પર ભૂપત લાભુભાઇ રાઠોડ નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહીતી મળતા દરોડો પાડી જુગાર ખેલતા મકાન માલીક ભુપત રાઠોડ સહીત હરેશ પુનાભાઇ ખેંગારીયા, પીન્ટુ બટુકભાઇ સાકોરીયા, બૈજુ બાબુભાઇ ચુડાસમા નરેશ રવજીભાઇ ખીમસુરીયા, સચીન બાબુભાઇ સોલંકી, અનીલ પકેશભાઇ વાહનીકયા અને વિપુલ કીશનભાઇ સોલંકી નામના શખ્સોને રૂ. ૫૦,૪૦૦ ની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે. ગઢવી, પી.એસ.આઇ. પી. એમ ધાખડા, એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ  ચેતનસિંહ ગોહિલે ઝડપી લીધા છે.

જયારે બીજો જુગારનો દરોડો ખોરાણા ગામે પાડી જાહેરમાં જુગાર ખેલતા રમેશ ખોડાભાઇ ચૌહાણ, કરીમ ગફારભાઇ ખોખર, નરરૂદ્દીન બાબુભાઇ બીજાણી, ખીમજી રણછોડભાઇ સોલંકી અને દિપક ગોરધનભાઇ પરસાણા નામના પત્તાપ્રેમીઓને કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ એન.એન. ચુડાસમા, એ.એસ.આઇ. હિતેન્દ્રસિંૃહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ મકવાણા, કોન્સ્ટેબલ મુકેશભાઇ સભાડ અને દેવેન્દ્રસિંહ જાડેજાએ ઝડપી જુગારના પટમાંથી રૂ. ૩૩,૪૦૦  ની રોકડ કબ્જે કરી છે.ત્રીજો જુગારનો દરોડો રૈયા ગામમાં આવેલા જુના વણકર વાસ ડુંગવરા ઉપર જાહેરમાં જુગટુ રમતા યોગેશ કાનજીભાઇ મુંછડીયા, મુકેશ ભલાભાઇ રાઠોડ,  જગદીશ મંગાભાઇ પરમાર, મુળજી ભુરાભાઇ સીંધવ, જગદીશ મંગાભાઇ જોરીયા, નરેશ માધાભાઇ ખીમસુરીયા અને ભુપત ગગજીભાઇ વાઘેલાને ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ મથકના પીએસઆઇ બરવાડીયા, અને મહમદતાણીબ ચાનીયા અને બ્રીજરાજસિંહ વાળા સહીતના સ્ટાફે ઝડપી સાત મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૮,૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે ચોથો દરોડો રાજારામ સોસાયટી શેરી નં.૧ માં પાડી જાહેરમાં વર્લી ફીચરના આંકડા પર જુગાર ખેલતા અશ્ર્વિન હનીશચંદ્ર બોસમીયા, વિમલ જગદીશભાઇ છાંટબાર અને વિજય શામજીભાઇ સોલંકી નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, જે.પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભાભાઇ બરાણીયા અને પુષ્પરાજસિંહ જાડેજાએ રૂ. છ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.