જસદણ, શાપર અને આટકોટમાં જુગારના દરોડા: 25 શખ્સ ઝડપાયા

રોકડ, કાર, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. 8.64 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ જિલ્લાના જસદણના લીલાપુર ગામે જીનીંગ મીલમાં ચીતલીયા કુવા રોડ પર વાડીમાં આટકોટના વિરનગરમાં અને શાપરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા રપ શખ્સોને ઝડપી લઇ  રોકડ કાર, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. 8.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જસદણના ચીતલીયા કુવા રોડ નજીક આવેલી મેહુલ લાલજીભાઇ પારખીયાની વાડીમાં ચાલતા જુગાર ધામ પર જસદણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા મેહુલ પારખીયા, યુગેન ધનજીભાઇ ભુવા, હાર્દિક ચંદુભાઇ વસોયા, વિશાલ ધનસુખભાઇ રુપારેલીયા, મનસુખ બાબુભાઇ દોમડીયા, અંકિત જયંતિભાઇ ભુવા, દિવ્યેશ ચંદુભાઇ રુપાણી, અને યાજ્ઞીક મનસુખભાઇ રુપારેલીયા નામના શખ્સોને રોકડ 1.01 લાખ, આઠ મોબાઇલ ચાર બાઇક અને એક કાર મળી કુલ રૂ. 4.72 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

તેમ જ બીજો જુગારનો દરોડો જસદણ પોલીસે લીલાપુર ગામ નજીક આવેલી ભરતભાઇ બટુકભાઇ બાંભણીયા, શીવમ જીનીંગ મીલમાં પાડી જુગાર ખેલતા કેશુ પોપટભાઇ બાવળીયા, જનકભાઇ દડુભાઇ ખાચર, ખોડા આંબાભાઇ દુદરેજીયા, પ્રવિણ હકુભાઇ ભુસડીયા, જેન્તી રુપાભાઇ ખોરાણી, અને જગદીશ રાણાભાઇ રાઠોડ નામના શખ્સોને ઝડપી લઇ રોકડ 2,65,500 ચાર મોબાઇલ મળી કુલ રૂ. 2.75 લાખનો મુદામાલ કબ્જે કરી ભરત બટુકભાઇ બાંભણીયાત અને ગઢડીયાના સંજય પરમારની શોધખોળ હાથ ધરી છે.

જયારે શાપર પોલીસે ઉર્જા ઇન્ડસ્ટ્રીઝના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમતા કેતન લખમણભાઇ પરસાગીયા, મનોજ દડુભાઇ ખુમાણ, બુધેશ ભીખાભાઇ પરમાર, અને રવજી બટુકભાઇ પરસાગીયાને રૂ. 14,760 ની રોકડ સાથે ઝડપી લીધા છે.જયારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વીરનગરમાં જુગારનો દરોડો પાડી જુગાર ખેલતા સુરેશભાઇ ઉર્ફે બાબભાઇ ભગુભાઇ બસીયા, ભાવેશ કરશનભાઇ રાદડીયા, ચંદુ લાંબાભાઇ રોજાસરા, જીવા કરશનભાઇ ચાવડા અને ભાયાભાઇ દાનાભાઇ ડેરૈયાને ઝડપી જુગારના પટમાંથી રૂ. 15 હજારની રોકડ કબ્જે કરી છે.