ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની પહેલના ભાગરૂપે કાલે સેમિનાર

“રાજકીય કારકિર્દી” માધ્યમથી યુવાનના સ્વપ્નને સાકાર કરશે ખોડલધામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અનેક વખત કહી ચૂક્યા છે કે, ખોડલધામએ એક સંસ્થા નથી, ખોડલધામ એ એક વિચાર છે અને એ પણ એક મજબૂત વિચાર. ત્યારે ખોડલધામ પોતાની યશકલગીમાં એક નવીનતમ પીછું ઉમેરશે. રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે.

આ પહેલના ભાગરૂપે કાલે શનિવારના રોજ બપોરે 3 થી 6, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશન વાળી શેરી, મવડી રોડ, રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક સેમિનારમાં અનેક પ્રખ્યાત વ્યક્તિઓ પોતાના અભિપ્રાયો અને મંતવ્ય રજૂ કરશે. આ સેમિનારમાં સર્વ સમાજના યુવાનોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. અત્યાર સુધી અનેક લોકોએ આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન મો.70699 29297 કરાવવું જરૂરી છે.