Abtak Media Google News
રોડી પાસે કંપનીના  સ્ટાફને  તુફાનમાં  લઈ જતી વેળાએ  બંધ ટ્રકમાં અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત

સાણંદના છારોડી ગામ પાસે ગઈકાલે મોડી રાત્રીનાં એક ગમખ્વાર અકસ્માત ર્જાયો હતો. જેમાં રોડી નજીક ટ્રોઈફા ફાર્મા  કંપનીનો  સ્ટાફ  તુફાનમાં જતો હતો તે વેળાએ બંધ ટ્રક પાછળ તુફાન  ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજયા હતા.અને ચારને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિગતો મુજબ ગઈકાલ છારોડી ગામ નજીક ટ્રોઈફા ફાર્મા કંપનીના સ્ટાફ વાહન તુફાન તેના સ્ટાફને  બેસાડી કંપનીએ જતુ હતુ તે વેળાએ બંધ ટ્રક પાછળ તુફાન  ઘુસી જતા તેમાં બેસેલા મોલાભાઈ  પરમાર ઉ.31 રહે વિરમગામ, વિસ્તીભાઈ મહેતા ઉ.35 રહે બોડકદેવ, બાબુભાઈ પ્રજાપતિ ઉ.43 રહે. લખતર અને મહેશભાઈ પટેલ ઉ.33  રહે ગોતાનું મોત નિપજયું હતુ જયારે અંકિત  પ્રજાપતી, રાહુલ પટેલ, શ્રેયસ તરાડે અને  સ્પદેશ મહાકુલને ઈજા પહોચતા સારવાર  અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા  બનાવની  જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.