Abtak Media Google News

મૂળી નજીક અજાણ્યા વાહન સાથે બાઇક ટકરાતા ચાલકનું મોત

સાઇડ કાપવા જતા સામેથી આવતા વાહન સાથે ધડાકાભેર અથડાતા યુવકના મોતથી પરિવારમાં શોક

મુળી તાલુકાના કુકડા ગામ પાસે સાઈડ કાપવા જતા બાઇકને અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં તો કોઈ દિન પ્રતિદિન અકસ્માતો નહીં ઘટનાઓ વધતી જઈ રહી છે. મુળી તાલુકાના કુકડા ગામ પાસે મોડી રાત્રિના સમયે પુરપાટ ઝડપે પસાર થતા બાઈકના ચાલકે સાઈટ કાપવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે ત્યારે બાઈકના ચાલકે બાઈક ઉપરનો કાબુ ગુમાવતા આગળ પસાર થઈ રહેલા વાહન સાથે ધડાકાભેર હતું ત્યારે મૂળીના આંબેડકર નગરમાં રહેતા હાર્દિકભાઈ બુધાભાઈ કોરડીયા નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ગંભીર ઇજાની હાલતમાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું

ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે મૂડી પોલીસને ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યા વાહન ચાલકની પણ હાલમાં તપાસ કરવામાં આવી છે.ક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.