Abtak Media Google News

સેવા પરમો ધર્મ સુત્રને સાર્થક કરતા મંદિર દ્વારા ભૂખ્યાને ભોજન તથા વિનામૂલ્યે અંતિમ સંસ્કારની સામગ્રી

રાજકોટ ખાતે સિઘ્ધિ વિનાયક ગણેશ મંદિરની સ્થાપના કારખાનેદાર મિત્રો દ્વારા આજથી પાંત્રીસ વર્ષ પહેલા કરવામાં આવી હતી. સેવા પરમોધર્મ સૂત્રને સાર્થક કરતા મંદિર દ્વારા અંતિમ સંસ્કારનો સામાન વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત દર પૂનમે સતયનારાયણ ભગવાનની કથા અને પુજામાં બેસવા માંગતા ભાવીકો માટે પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે.

છેલ્લા વીસ વર્ષથી મંદિરમાં સાંજે ૬ કલાકે જરૂરિયાત મંદ લોકોને ખીચડી, કઢીનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. અને ગણપતિ ઉત્સવ સમયે દર વર્ષ મંદિરમાં જ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. જેથી મૂર્તિ ઘેર ન લાવી શકનાર ભાવિકો આ મૂર્તિની પૂજા કરી ધન્યતા અનુભવે છે. ગણપતિ મહોત્સવ દરમિયાન સવારે ૭ થી ૧૨.૩૦ તેમજ બપોરે ૪ થી રાત્રે ૯.૩૦ સુધી દર્શનનો લાભ લઇ શકાશે.

ઉપરાંત સિઘ્ધિ વિનાયક ગણેશ મંદિર રાજકોટ નામના ફેસબુક પેઇઝ પર ઘરે બેઠા દાદાના દર્શનનો લાભ લઇ શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.