Abtak Media Google News

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

આજે “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ” ઉજવણી કરવામાં આવે છે જેનું આ વર્ષનું સૂત્ર છે-“સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ”

પોતાના ભૂતકાળ વિષે જાણવાની જિજ્ઞાસાને લીધે ઇતિહાસ વિષયનો આવિર્ભાવ થયો છે, જેના કારણે અસ્તિત્વમાં આવેલા સંગ્રહાલયો રોજિંદી જીવનશૈલી, ખાન-પાન, વિવિધ વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરે છે. અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરે છે.

Gandhi Musium 1 ગુજરાતમાં વર્ષ 1877માં સૌ પ્રથમ બનેલા કચ્છ સંગ્રહાલય બાદ રાજકોટમાં 1888માં બારટન વોટસન મ્યુઝિયમ બન્યું, ધીમે ધીમે રાજ્યમાં સંગ્રહાલયો વધતા ગયા, હાલ રાજયમાં કુલ 18 જેટલા સંગ્રહાલયો સામેલ છે. જે પૈકી નવનિર્માણ પામી રહેલા શ્રી થલ સંગ્રહાલયમાં પાટણ જિલ્લાના કલા વારસાના નમૂનાઓનો સંગ્રહ કરાશે જયારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય, વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન અંગેનું સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો ગુજરાતના ભવ્ય અને ભાતીગળ વારસાને લોકસમુદાયો સમક્ષ ઉજાગર કરી રહયા છે. આ ઉપરાંત, ગુજરાતમાં કલા, કૃષિ, તબીબી, વિદ્યા, પુરાતત્વ, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાન, બાળ સંગ્રહાલય અને આદિવાસી વ્યક્તિ વિષયક જેવા અનેક વિષયો પરના સંગ્રહાલયો છે, જેને લાખો લોકો ગૌરવ સાથે નિહાળે છે.Gandhi Musium 3

રાજકોટના જયુબિલી બાગ ખાતે આવેલા વોટસન મ્યુઝીયમને પુરાતત્વ, લઘુચિત્ર, હસ્તપ્રતો, આધુનિક ભારતીય કલા, કાપડ, કાષ્ટ  કલા, ખનીજ, પ્રાણી જેવા વિવિધ વિભાગોમાં વિભાજિત કરાયું છે. વોટસન મ્યુઝીયમ ખાતે અનેક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, રસના વિષયથી લઈને રીસર્ચના વિષય સુધી આ મ્યુઝિયમ સેતુ સમાન છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં પોતાનો મેટ્રિકસ સુધીનો અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઇસ્કુલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાના મ્યુઝિયમ તરીકે “મહાત્મા ગાંધી મ્યુઝીયમ” નામે કાયાપલટ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ 39 ભવ્ય ગેલેરીઓમાં તેમના જીવન પ્રસંગોનું ડિજિટલ નિરૂપણ કરીને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે, અને લાઈટ અને સાઉન્ડ શો દ્વારા ગાંધીજીને આબેહૂબ રજૂ કરવામાં આવે છે.  2018 થી આજ સુધી અંદાજે બે લાખથી વધુ લોકો આ મ્યુઝીયમ નિહાળી ચુકયા છે. રાજકોટની મુલાકાતે આવતા વિદશી પ્રવાસીઓ માટે આ ગાંધી મ્યુઝીયમ નવલું નજરાણું બની ચુકયું છે.Gandhi Musium 2

સંગ્રહાલયોની જાળવણી તથા અન્ય કામગીરી માટે વર્ષ 2023 માં રાજ્ય સરકારે રૂ. 55 કરોડની ફાળવણી કરી છે. સંગ્રહાલયના વિવિધ પ્રભાગોનું ઓનલાઈન નિદર્શન થઈ શકે તે હેતુથી હવે ઓનલાઇન વર્ચ્યુઅલ ટૂર બનાવી તેની વેબસાઈટ પર પણ મૂકવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં મ્યુઝિયમ ની સાચવણી માટે આધુનિક અને ભવ્ય બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.