Abtak Media Google News

દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી જુદાં જુદાં ટાસ્ક પૂરાં કરવાની અને બેંકના નામે લિંક મોકલી છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પણ આવા જ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના તાર ગાંધીનગરથી લઈ મુંબઈ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અને અનેક લોકોની સંડોવણી હોવાની આશંકા છે.

30 હજાર વ્યકિતના 12 લાખ બેંક ખાતા ભાડે આપી કરોડોની લેતી દેતીના કૌભાંડમાં બે ઝડપાયા

આઈટીનો વિદ્યાર્થીએ ટેલિગ્રામ પર બેંક લિંક મોકલી ખોટા પ્રલોભન આપી બેંકમાં  ખાતા ખોલી  ક્રિપ્ટો કરન્સીના ઓનલાઈન ટ્રાઝેકશન કરવા બેંક ખાતા મુંબઈના શખ્સને ભાડે આપી કરોડોનું કમિશન  મેળવ્યાનો ઘટસ્ફોટ

ગાંધીનગરના છત્રાલ ખાતે રહેતો મહંમદ ઈસ્માઈલ નિયામતઅલી સૈયદ અને તેનો સાગરીત સરફરાજ આર્થિક ફાયદા માટે લોકોને અલગ અલગ પ્રલોભનો આપી ઓનલાઈન ફ્રોડ કરતા હતા. ઝડપાયેલા બંને શખસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ઠગાઈ કરવા માટે જરૂરિયાતમંદ સ્થાનિક લોકોને કમિશનની લાલચ આપવામાં આવતી હતી અને તેમના નામે અલગ અલગ બેંક ખાતાં ખોલાવીને આ ખાતાનો ઉપયોગ ફ્રોડ માટે કરવામાં આવતો હતો. મહંમદ ઈસ્માઈલ સ્થાનિક લોકોનાં ખાતાની વિગત મુંબઈના અલીને આપતો હતો, જે ખાતાનો ઉપયોગ અલી ઓનલાઈન ફ્રોડ માટે કરતો હતો. ઓનલાઈન ફ્રોડનાં નાણાં જે-તે ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એટલે મહંમદ ઈસ્માઈલ તેમાંથી નાણાં રોકડ ઉપાડી લેતો અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરી પોતાનું કમિશનર કાપી બાકીની રકમ  ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી મુંબઈના અલીને ટ્રાન્સફર કરી દેતો હતો.

આરોપી પાસેથી વન પ્લસ તથા આઇફોનમાંથી અલગ અલગ બેન્કની પાસ બુક, ચેક બુક, ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ સહિતના આશરે 200 જેટલાં કરન્ટ એકાઉન્ટોની વિગતો સામે આવી છે. તેના મેઇલમાંથી બાયનન્સ એકાઉન્ટની આશરે દોઢેક મહિનાની હિસ્ટ્રી જોતાં ક્રિપ્ટોમાં 43,888 કમિશન એટલે કે ભારતીય મુદ્રામાં 44 લાખથી વધુનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. આ બેંક એકાઉન્ટમાં બે-ત્રણ દિવસમાં કરોડોનાં ટ્રાન્ઝેક્શન થતાં અને ફરિયાદ થતાં એ એકાઉન્ટો પણ ફ્રીઝ થયાં છે. આવાં 114 ફ્રીઝ એકાઉન્ટની વિગતો અલીને મોકલેલી, એની વિગતો પણ બહાર આવી છે. આ એકાઉન્ટ થકી આરોપીઓને અત્યારસુધીમાં 1 કરોડથી પણ વધારેનું કમિશન મળ્યું છે. આ 114 એકાઉન્ટનાં બેન્ક ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ પરથી કરોડોથી ઉપરના સાયબર ફ્રોડના વ્યવહાર મળ્યા છે. મુખ્ય આરોપી મહમ્મદઇ સ્માઇલ સૈયદને સાયબર ફ્રોડથી કમિશનરૂપે એકાદ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મળી છે. આ રૂપિયામાંથી ચાર મહિનામાં  કાર ખરીદી હતી.

સાયબર ફ્રોડ કૌભાંડના સૂત્રધાર મહંમદે આઈટીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેની પત્ની  ડોક્ટર છે અને છત્રાલમાં દવાખાનું ચલાવે છે. તેના પિતા નિવૃત્ત તલાટી છે. તેણે શોર્ટ કટથી માલદાર થવા માટે બેંક ખાતા ભાડે આપવા-લેવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. બાદમાં તેણે ધોરણ-10 સુધી ભણેલા સરફરાઝને આ ગોરખધંધામાં ભાગીદાર બનાવ્યો હતો. તેમણે ભેગા મળીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની આશંકા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાતા છ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ટેલિગ્રામ પર આવા 25 જેટલા ગ્રૂપ સક્રિય છે અને દરેક ગ્રૂપમાં 1200 જેટલા સભ્ય છે. ઝડપાયેલા આરોપીઓ પાંચ ગ્રૂપના સભ્ય છે. દરેક સભ્ય 40થી વધુ બેંક ખાતા ધરાવે છે અને આ રીતે ટેલિગ્રામ પર એકબીજા સાથે સંકળાયેલા 30,000 લોકો દ્વારા 12 લાખ બેંક ખાતા ભાડે આપવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે.

આ અંગે રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવે કહ્યું હતું કે આરોપી મહમ્મદ ઇસ્માઇલ સૈયદ છેલ્લા દોઢેક વર્ષથી ટેલિગ્રામ મોબાઇલ એપના માધ્યમથી નાણાકીય પ્રલોભન આપી છેતરપિંડી આચરતાં અલી નામના ઇસમ સાથે સંપર્કમાં આવ્યો હતો. અલીના કહેવા મુજબ 2 ટકાના કમિશન પર બેન્ક એકાઉન્ટો જરૂરિયાતમંદોના નામે ખોલવામાં આવતા હતા. મહમ્મદ ઇસ્માઇલ સૈયદ પોતાના ઓળખીતા સરફરાઝ રફીકભાઇ મલેકને 50 ટકા કમિશન આપતો હતો. બાદમાં બેન્ક એકાઉન્ટોની વિગતો અલીને ટેલિગ્રામ એપ મારફત મોકલી આપવામાં આવતી હતી. એ એકાઉન્ટો થકી અલી દ્વારા આમ જનતાને નાણાકીય પ્રલોભન આપી ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવતી હતી. આ ઠગાઈના રૂપિયા મહમ્મદ ઇસ્માઇલે મોકલેલા એકાઉન્ટોમાં ટ્રાન્સ્ફર કરી દેવામાં આવતા હતાં. એ રૂપિયા રોકડમાં તેમજ ઞજઉઝ ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી ઑનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઈનું સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે  જણાવ્યું હતું કે ટેલિગ્રામ એપમાં  સર્ચ કરતાં આશરે 25 ગ્રુપ મળ્યાં હતા, જે પૈકીનાં 5 ગ્રુપમાં ઉક્ત આરોપી જોડાયેલા હતા, જેમાં પ્રત્યેક ગ્રુપમાં દેશભરમાંથી આશરે 1200થી વધારે સભ્યો જોડાયેલા છે. જે સભ્યોનો આ ગ્રુપમાં જોડાવવાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં ચાલી રહેલા સાયબર ફ્રોડનાં નાણાંને પોતાના તથા સાગરીતો સાથે મળી હજારોની સંખ્યામાં ખોલાવેલાં બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરી આ નાણાં નિર્ધારિત વ્યક્તિઓ સુધી પહોંચાડવા મદદ કરી એમાંથી કમિશનથી નાણાકીય લાભ મેળવે છે. આ એપમાં દ્વારા  ઈન્ડિયા બેંક એકાઉન્ટ  ગ્રુપમાં જોડાવવા માટે પોતાની કોઇપણ જાતની ઓળખ આપવાની જરૂર રહેતી નથી, જેથી આ ગ્રુપના સભ્યો આ ગુનાઓ આચરવા પોતાની ઓળખ છુપાવી સાયબર ક્રાઇમના ગુનાઓ આચરે છે અથવા ગુનાઓ આચરવામાં મદદરૂપ થાય છે. એપના માધ્યમથી આરોપી મહમ્મદ ઇસ્માઇલ અલી નામની વ્યક્તિના સંપર્કમાં આવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનાં ટ્રાન્જેક્શનો કરવા માટે એકાઉન્ટ ડિટેઇલ તથા એનું લોગ-ઇન આઇડી પાસવર્ડ તેને મોકલી આપતો હતો. ઉપરાંત વ્હોટસએપ એપ માધ્યમથી આરોપી પોતાના સાગરીતો માફરત અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ડિટેઇલ આ એપમાં મેળવી એને ટેલિગ્રામ મારફત મોકલી આપતા હતા.

મહિન્દ્રા એકસયુવી  700 ગાડી રૂ. 20 લાખ, જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને યશ બેન્કની, કોટક મહિન્દ્રની ચેક બુક નંગ- 6, બેન્ક ડિપોઝિટ સ્લિપ નંગ-4, એચડીએફસી બેન્ક પાસબુક – 1, એન્ડ્રોઇડ / એપલ કંપનીના મોબાઇલ ફોન નંગ-4, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ  બેન્ક,કોટક મહિન્દ્ર, ઇન્ડસઇન્ડનાં ડેબિટ કાર્ડ નંગ- 8 તેમજ એક પોલીસ નોટિસ જેમાં મુખ્ય આરોપી મહમ્મદ ઇસ્માઇલ સૈયદે સાથે પકડાયેલા સહ આરોપી સરફરાઝ રફીકભાઇ મલેકના કબજામાંથી ગાઝિયાબાદ પોલીસે સાયબર ક્રાઇમ લગતી નોકરી આપવાનો લોભ આપી આશરે 28 લાખનું ફ્રોડ કર્યાનો ગુનો પણ દાખલ થયેલો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.