Abtak Media Google News

સમગ્ર રાજકોટ શહેરના જુદાજુદા મુખ્ય માર્ગો પર રાખવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફત સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી કામગીરીનું મોનીટરીંગ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવી રહેલ છે.  વોર્ડ નં-06/બનાં કોન્ટ્રકટ ડી.જી. નાકરાણી એજન્સીના કામદાર જનકબેન જગાભાઇ બોચિયા દ્વારા સોપેલ વિસ્તારમાં સફાઈ કરી એકત્રિત કરેલ કચરો મેઈન રોડ પર ઠાલવતા હોવાનું સીસીટીવી કેમેરામાં ધ્યાને આવતા તેઓના એક દિવસનાં પગારની કપાત કરી, કોન્ટ્રકટ એજન્સીને કામદાર  જનકબેનને ફરજમાંથી મુક્ત કરવામાં આવેલ છે.

આજ રીતે વોર્ડ નં 5/ડનાં સફાઈ કામદાર  જયાબેન ખેંગારભાઈ વાઘેલા સોપેલ વિસ્તારમાં સફાઈ કરી એકત્રિત કરેલ કચરો સંત કબીર રોડ પર ઠાલવતા હોવાનું સીસીટીવી  કેમેરામાં ધ્યાને આવતા તેઓ પ્રિયદર્શની મિત્ર મંડળમાંથી છુટા કરવામાં આવેલ છે તેમજ પ્રિયદર્શની મિત્ર મંડળને નિયમ અનુસાર પેનલ્ટી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં 11/બ નાં કાયમી સફાઈ કામદાર  પરશોતમભાઈ બેડીયા દ્વારા સોપેલ કામગીરીમાં અવારનવાર ગેરહાજરી, બેદરકારી તેમજ ચાલુ ફરજે પ્રાયવેટ કામ પર જતા રહેવા તેમજ લોકો પાસેથી કુંડી સફાઈ માટે પૈસા લઇ કામગીરી ન કરવી તેમજ લોકો સાથે છેતરપીંડી વિગેરે જેવી ગંભીર બેદરકારી સબબ તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.