Abtak Media Google News

અંદરો અંદરની લડાઈ જ યુનિવર્સીટીની ઘોર ખોદી રહી છે?

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ‘કુરુક્ષેત્ર’નું મેદાન બને તો નવાઈ નહિ: કલાધર આર્ય હવે યુનિવર્સીટીના પરિસરમા કુલપતિની મંજૂરી વિના પગ પણ નહીં મૂકી  શકે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાધાર આર્યના યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે,  કલાઘર આર્ય દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી  અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે.  જેના પગલે આ પ્રકરણ વધુ એકવાર કાનૂની એરણે ચડ્યું છે.

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલાધાર આર્યનો યુનિવર્સિટીમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. 23મી ફેબ્રુઆરીથી કેમ્પસમાં કુલપતિની મંજૂરી વિના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે.

ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટ્રાર સામે કર્યો બદનક્ષીનો દાવો

તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્યએ ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી  અને રજિસ્ટ્રાર અમિત પારેખને બદનક્ષીની નોટિસ ફટકારી છે. બંનેને 1-1 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે.  ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટારે ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને બદનામી કરી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આર્યની નિમણૂકને ઠેરવી હતી ગેરકાયદે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ ગત જાન્યુઆરી મહિનામાં કલાધર આર્યને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવી દીધા હતા. ગિરીશ ભિમાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી હતી. કાલાઘર આર્ય તબલા અને પરફોર્મિંગ આર્ટ્સના સદસ્ય હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.