Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા દર સોમવારનાં દિવસે  ઓફીસ  કાર ઓફ ડે એટલે કે સરકારી વાહન ન વાપરવાના કરેલા નિર્ણયનો આજથી શુભારંભ કરાયો હતો.

સોમવાર સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાના સંકલ્પનો શુભારંભ

મેયર નયનાબેન પેઢડીયા પોતાના રહેણાંક વિસ્તાર નજીક સિટી બસસ્ટોપ ખાતેથી બસમાં ઓફીસ પહોંચેલ તેમજ અન્ય પદાધિકારી, અધિકારી પોતાના અંગત વાહન અને સાઈકલ દ્વારા ઓફીસ પહોંચેલ હત 5-પદાધિકારીઓ, શિક્ષણ સમિતિ ચેરમેન, ફાયર અને શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન, આશરે 40 જેટલા અધિકારીઓને હોદા જોગ ફાળવવામાં આવેલ કારનો ઉપયોગ કરવાને બદલે પોતાનું વાહન, સાઈકલ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરી ફિલ્ડની મુલાકાત/ કામગીરી  તથા ઓફીસ ખાતે આવેલ હતા. કાર ઓફ ડે અભિયાનથી પ્રજાના પૈસાની બચત થશે અને એક દિવસ માટે સરકારી વાહનનો ઉપયોગ ન કરવાથી સરકારી ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થશે. આ અભિયાનનો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વીકાર કરવામાં આવ્યો છે.

કોર્પોેરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ દર સોમવારે સરકારી ગાડીનો ઉપયોગ નહિં કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે પોતાનો વાહનનો ઉપયોગ કરશે. તેવો નિર્ણય લેવાયો છે અને આ નિર્ણયની આજથી અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હવેથી જોવાનું એ રહ્યું કે આ નિર્ણય કેટલા દિવસ અમલમાં રહે છે. અમૂક પદાધિકારીઓ તો પોતાની ગાડી લઇને કચેરીએ આવ્યા હતા. એટલે ઇંધણ બચવાની વાત તો એક બાજુ રહી અગાઉ પણ દર શુક્રવારે કર્મચારીઓ સાઇકલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા હતા પરંતુ આ અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું મર્યાદિત રહેતું હતું. સવારે સાઇકલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવ્યા બાદ બપોર પછી તમામ પદાધિકારીઓ, અધિકારીઓ કે કર્મચારીઓ ફરી સરકારી ગાડીમાં સવાર જઇ જતા હતા.

હવે જોવાનું એ રહ્યું કે આ વખતે આ માટેનો સત્તાવાર પરિપત્ર પ્રસિદ્વ કરવામાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી કેટલા દિવસ રહેશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.