Abtak Media Google News

ભાવ ૩૦ થી ૧૩૦ રૂપીયા સુધી પહોંચતા વાહન ભાડા, મજુરી અને બારદાનના પૈસા પણ નથી છુટતા: રોષની લાગણી

લસણ-ડુંગળીના ભાવ જયારે ઉંચકાય ત્યારે કાગાડોળ મચી જતી હોય છે અને રાજકીય મુદાઓ બની જાય છે પરંતુ જયારે લસણ ડુંગળીના ભાવ ગગડી જાય ત્યારે ખેડુતોની હાલત કફોડી થઈ જતી હોય છે ત્યારે શુક્રવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લસણની ૧૨૦૦ થી ૧૫૦૦ ગુણીની આવક છે અને તેના ૩૦ થી ૧૩૦ ‚પિયા છે ત્યારે ખેડુતોને યાર્ડમાં માલ વેચવાના વાહનભાડા, મજુરી તથા બારદાનના પણ પૈસા છુટતા નથી.

અબતક સાથેની વાતચીત દરમિયાન વેપારી કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, લસણમાં માંગ અને પુરવઠા ઉપર આધારીત તેના ભાવ હોય છે. આ વર્ષે ઉત્પાદન દોઢુ હોય અને ખેડુતોના ઘરમાં વધારે લસણ પડયું હોવાથી અત્યારે ૩૦ રૂપીયાથી ૧૩૦ ‚રૂ. સુધીના ભાવ છે. સૌરાષ્ટ્રમાં લસણ અત્યારે ૪ થી ૫ લાખ ગુણી ખેડુતો પાસે પડેલ છે.

લસણ એક એવી વસ્તુ છે તે એક વર્ષનો પાક હોય છે. એક વર્ષની અંદર લસણ ખરાબ થઈ જાય છે. સરકારને અમારું એક જ નિવેદન છે અને અમે ઘણી જગ્યાએ આવેદનપત્ર પણ આપેલ છે. તેમને એક જ વાત કહેવાની છે કે લસણ અને બીજી તેલિબીયા આઈટમને ભાવાંતર યોજનાની નીચે લાવી ડાયરેકટ ખેડુતોના ખાતા સબસીડી રૂપે સરકાર ભાવ આપે તો ખેડુતો જીવી શકશે. આવતા દિવસોમાં લસણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી નાબુદ થવાની પણ શકયતા છે. લસણ વાવતા ખેડુતો લસણ વાવવાનું બંધ કરશે. આવતા દિવસોમાં લસણ જોવા પણ નહીં મળે. કારણકે ૩૦ ‚રૂ. કે ૪૦ રૂા.માં લસણમાં કોઈ વસ્તુ નથી થતી. તેના ઉપર એટલી મજુરી ચડે ખેડુતોને રિટામણના દવા ખાતર, સુપર ખાતર વાપરવા પડતા હોય છે તેથી વળતર ન હોવાથી આવતા દિવસોમાં કદાચ લસણ ગુજરાતમાં જોવા પણ નહીં મળે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૧૨૦૦ થી ૧૫૦૦ ગુણી જ આવક છે જેમ સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં અત્યારે લસણ વેચવા માટે ખેડુતો આવી રહ્યા છે તેનું કારણ એ છે કે લસણ દિવસેને દિવસે બગડતું જાય છે. તેથી તેને વેચી નાખવુ પડે છે. લસણને બહાર નિકાસ કરવામાં આવે તો જ આ જથ્થો સચવાય તેમ છે. અત્યારે લસણ જ એટલા પ્રમાણ છે કે લોકલ પબ્લિક ખાય તો પણ ખુટે તેમ નથી.

બીજા દેશમાં લસણનો નિકાસ કરવામાં આવે તો જ યથાવત ભાવ મળશે. આગામી દિવસોમાં અમે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને લેટરપેડ દ્વારા જાણ કરેલ છે કે આવતા દિવસોમાં ખેડુતોને પુરા ભાવ મળી રહે તે માટે ભાવાંતર યોજના જેમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ખેડુતોને લાભ મળે છે તેવી ગુજરાત રાજય કોઈપણ યોજના લાવી ગુજરાતના ખેડુતોને સહકાર આપે.અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસીએશનના ડિરેકટર વલ્લભભાઈએ જણાવ્યું કે મારે પોતાની ખેતી છે અને ખેતી કેવી રીતે થાય તે મેં જોયેલી છે. મેં ગયા વર્ષે ૨૦ વિઘામાં લસણ વાવ્યું હતું. ૩ લાખનો ખર્ચો કર્યો છે અત્યારે લસણ વેચીએ તો ૩૦ હજાર રૂપીયા ઉભા થાય તેમ છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ખેડુત ધીમે ધીમે ગામડામાંથી શહેરમાં આવશે. શહેરમાં બેકારી આવશે. લુંટ-ફાટ થશે અને કોઈ સલામત નહીં રહે. ગામડે તો જીવવા જેવું નથી. પરિસ્થતિ એવી છે કે લસણને બે કે ત્રણ મહિનામાં કોઈપણ સંજોગોમાં વેચવું ફરજીયાત છે. અત્યારે ૨૫, ૩૦ કે ૧૦૦ જે ભાવ આવતો હોય તો અમારે વાહનભાડા તથા મજુરી અને બારદાનના પણ ‚પિયા ઉભા નથી થતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન ખેડુત મુનાભાઈએ જણાવ્યું કે અત્યારે લસણની બજાર ડાઉન છે ભાવ છે નહીં. અમને ૩૦ થી ૧૫૦ સુધીના ભાવ છે. અત્યારે ગુજરાતમાં લસણ પુષ્કળ છે તો સરકારે તેનો નિકાસ કરવો જોઈએ. જો આવી જ પરિસ્થિતિ રહે તો કોઈ ખેડુત લસણ વાવશે નહીં. જેમ બાજરી નાબુદ થઈ ગઈ તેમ લસણ પણ નાબુદ થઈ શકે. એક વિઘામાં લસણ વાવવામાં આવે તો ૨૫ થી ૩૦ હજારનો ખેડુતને ખર્ચો થાય અને એક વિઘે ૧૦ હજારનું ઉત્પાદન થાય તો ૨૦ હજારની નુકસાની ભોગવવાની તો આવુ કેટલા દિવસ ચાલે તો સરકારને લસણની નિકાસ કરવી જોઈએ. નહિંતર ગુજરાતમાં ખેડુત લસણ વાવવાનું નાબુદ કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.