Abtak Media Google News

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે ડેન્ટલ કલિનીક ધરાવતા મહિલા તબીબે નવી પેઢીને પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયું

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાત ડેન્ટલ કિલનીક ધરાવતા ડો.ખુશ્બુબેન ડોડીયા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ૬૦૦ કિમીનું અંતર કાપવાનું બહુમાન ધરાવે છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે શારીરિક શ્રમ જ‚રી છે અને તેમાં પણ સાયકલ ચલાવવા શ્રેષ્ઠ કસરત છે. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી રાજકોટના ડેન્ટીસ્ટ ડો.ખુશ્બુ ડોડીયાએ આ વર્ષમાં ૬૦૦ કિલોમીટર સાયકલ ચલાવી એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે ચાલુ વર્ષમાં જ પોરબંદર, દ્વારકા, પોરબંદરનું ૨૦૦ કિલોમીટરનું અંતર સાયકલ ઉપર ૧૧ કલાકમાં પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટથી દીવ વચ્ચેનું ૩૦૦ કિલોમીટરનું અંતર ૧૯ કલાકમાં, રાજકોટ-સોમનાથ-રાજકોટ વચ્ચેનું ૪૦૦ કિલોમીટરનું અંતર ૩૮ કલાકમાં પૂર્ણ કરી આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.

૬૦૦ કિમીની સાયકલ યાત્રા પરેશભાઈ બાબરીયા, વિકાસભાઈ પટેલ, કમલેશભાઈ વીરડીયા, પરાગભાઈ તન્ના, નિકલભાઈ ગોસાઈ, ઋત્વિકભાઈ લશ્કરી, મીતભાઈ રાઠોડ, ભગીરથભાઈ ડોડીયા, નિલેશભાઈ ગોટી, ખુશ્બુબેન ડોડીયાએ પૂર્ણ કરી હતી. સાયકલીંગના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ડો.ખુશ્બુ ડોડીયાએ ૬૦૦ કિલોમીટરની બીઆરએમ પૂર્ણ કરી છે અને તે બદલ તેમને સુપર રેન્ડોનરનો ખિતાબ પ્રાપ્ત થયો છે. ઓડેકસ (ફ્રાન્સ) દ્વારા જુદા જુદા સ્થળોએ માન્ય સાયકલ રાઈડની દર વર્ષે મંજુરી આપવામાં આવતી હોય છે. જેમાં ૨૦૦ કિમી, ૩૦૦ કિમી, ૪૦૦ કિમી અને ૬૦૦ કિમીની સાયકલ રાઈડ યોજવામાં આવતી હોય છે. જો કોઈ વ્યકિત કોઈ એક રાઈડ પૂર્ણ કરે તો તેને રેન્ડોનર તરીકે ઓળખાય છે. જયારે એક વર્ષમાં ૨૦૦ થી ૬૦૦ કિમી સુધીની બધી રાઈડ પૂર્ણ કરે તો તેને સુપર રેન્ડોરનો ખિતાબ આપવામાં આવતો હોય છે અને ડો.ખુશ્બુ ડોડીયાએ આ સિદ્ધિ હાંસલ કરી રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ડો.ખુશ્બુ ડોડીયા સામાજીક અને ડેન્ટલ કિલનીકના પ્રોફેશન વ્યવસાયની સાથે સાથે આ કપ‚ કાર્ય પાર પાડી સિદ્ધિ મેળવી છે. આ કાર્યમાં ધૈર્ય અને મકકમ મનોબળની જરૂર હોય છે. પ્રચંડ ઈચ્છા શકિતને લીધે જ તેઓ આ કાર્ય પાર પાડી શકયા છે.

આ સિદ્ધિ બદલ તેમને ચોમેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો.ખુશ્બુ ડોડીયાના પતિ ડો.પ્રતાપસિંહ ડોડીયા જાણીતા સર્જન છે અને રાજકોટમાં જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ધરાવે છે અને તેમને પણ અનેક પેચીદી સર્જન સફળ બનાવી દર્દીઓને નવજીવન આપવામાં નિમિત બન્યા છે. ડો.ખુશ્બુબેન ડોડીયાના પિતા મુળ અમદાવાદના વતની કારડીયા રાજપુત ગુલાબસિંહ વાઘેલા, બી.ઈ.મીકેનીકલ ઓઈલ ક્ષેત્રના નિષ્ણાંત અને તેઓએ અગાઉ ઓએનજીસી શેવરોન (અમેરિકા) બ્રિટીશ ગેસ સહિતની કંપનીઓમાં ઉમદા કામગીરી બજાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.