Abtak Media Google News

Table of Contents

ગુજરાતના નંબર વન અર્વાચીન રાસોત્સવ અબતક સુરભીના આંગણે સાતમાં અને આઠમાં નોરતે ખેલૈયાઓનો જોમ વધારવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો જામ્યો હતો. અબતકના આંગણે મોંઘેરા મહેમાનની વિશેષ ઉપસ્થિતિથી સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ સર્જાયો હતો. પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુની પ્રેરક હાજરી અને આશિર્વચન ખેલૈયાઓ સાથે અબતક સુરભી રાસોત્સવ માટે પ્રસાદ સમાન બની રહી હતી. ખેલૈયાઓએ પણ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાનો કલાકૌશલ્ય રજૂ કરી સર્વેને ખુશખુશાલ કરી દીધા હતા. મહાનુભાવોના મોઢામાંથી એવા પણ ઉદગારો નીકળ્યા હતા કે અબતકના આંગણે જે રાસોત્સવની જમાવટ જામે છે તે રાજકોટમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.

3S8A2

સાતમાં અને આઠમાં નોરતે અબતક સુરભી રાસોત્સવના આંગણે અકીલા સાંધ્ય દૈનિકના મોભી અને અબતક સાથે અતૂટ આત્મીયતા ધરાવતા કીરિટભાઇ ગણાત્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓની હાજરી ખેલૈયાઓ માટે પણ પ્રેરણાદાયી બની હતી. આ ઉપરાંત રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહ જાડેજા, યુવરાજ સાહેબ જયદીપસિંહ જાડેજા ઉર્ફે રામરાજા, યુવરાણી શિવાન્તીકાદેવી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમના ધર્મપત્ની કૈલાશબેન ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શાસકપક્ષના દંડક અજયભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેરભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા રૂડાના સીઇઓ ચેતન ગણાત્રા તથા ચેતન નંદાણી, મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તથા બકુલભાઇ નથવાણી, કમલેશભાઇ શાહ, મિલનભાઇ મીઠાણી, કમલેશભાઇ પારેખ, સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો. મનીષભાઇ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પંચશીલ સ્કૂલના ડો. ડી.કે. વાડોદરિયા, આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. મેહુલભાઇ રાઠોડ, ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસીયા, રાજકોટ અને મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના સાયન્સ ફેક્લ્ટી ડીન અને સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય ડો. નેહલ શુકલ, બી.એડ. ફેક્લ્ટીના ડીન ડો. નીદતભાઇ બારોટ, સીન્ડીકેટ સભ્ય ડો. હરદેવસિંહ જાડેજા, પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અમીનેષભાઇ  રૂપાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેભાઇ જોશી સહિતના વિવિધ ક્ષેત્રના દિગ્ગજોની ઉપસ્થિતિએ ખેલૈયાઓના જોમ અને જુસ્સામાં વધારો કર્યો હતો.

‘દાદા’ની ઝલક રામરાજામાં

3S8A2126

માઁની આરાધના સાથે સંત સમાગમ

3S8A1792

ચોથી જાગીરનું મિલન: અકીલાના મોભી અને ‘અબતક’ના આત્મીય કિરીટભાઇ ગણાત્રા

3S8A1796 11

સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી ‘અબતક’ સુરભીના આંગણે

3S8A2051

‘અબતક’ સુરભી જેવું બીજે ક્યાંય નહીં: ડો. વિજય દેસાણી બોલી ઉઠ્યા

3S8A2048

ગોવિંદભાઇ વરમોરા પણ થયા રાજી રાજી

3S8A2365

ડો. અમિનેષ રૂપાણી ખુશખુશાલ મુદ્રામાં

3S8A2232

‘મીઠુંડા’ મિઠાણી મલકાયા!!

3S8A2256

‘અબતક’ સુરભી એટલે રાસોત્સવના ગગનનો ધ્રુવ: ડો. ગૌરવીબેનના ઉદગાર

3S8A2193

રાજકોટના પ્રથમ નાગરિકે નિહાળ્યો પ્રથમ નંબરનો રાસોત્સવ

3S8A1870

અકીલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહ, યુવરાજ જયદીપસિંહ જાડેજા, મેયર બિનાબેન આચાર્ય, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, કમલેશભાઇ શાહ, કમલેશભાઇ પારેખ, ડો. ગૌરવી ધ્રુવ સહિતના વિવિધ ક્ષેત્રના દિગ્ગજોની હાજરીએ ખેલૈયાઓની ઉત્સાહમાં કર્યો વધારો

3S8A2216 1

પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુની હાજરી અને આશિર્વચન ‘અબતક’ સુરભી રાસોત્સવ માટે બની રહ્યા પ્રસાદ સમા

3S8A1786

મનોહરસિંહ જાડેજાનું મન મોહી લીધું

3S8A1731

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.