Abtak Media Google News

રાજસ્થાનના સીએમ ગહેલોતનો બફાટ: ‘ ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે ‘

એક પછી એક ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસને કળ વળી નથી તમામ કોંગી નેતાઓનાં જીભ અને મગજના જોડાણ તુટી ગયા છે: મુખ્યમંત્રી વિજયભાઈએ ગહેલોતને આડે હાથ લીધા

Advertisement

દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત એ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી.’ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ’

રાજસ્થાનમાં એક વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત, બિહાર, નાગાલેન્ડ અને મિઝોરમમાં દારૂબંધી છે. જ્યારે આ મામલે રાજસ્થાનની સરકાર આગામી દિવસોમાં મહત્વના નિર્ણય લઈ શકે છે. જો કે ગેહલોતના આ નિવેદનને કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અકળાયા હતા. તેઓએ અશોક ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને ગુજરાતમાં જીતાડી શક્યા નથી. રૂપાણીએ ગેહલોત પર ગુજરાતનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સુશાસનને લઈને પણ વાત કરી હતી. ગેહલોતે કહ્યું હતું કે પ્રદેશની જનતાને સુશાસન આપવું સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે દરેક સ્તરે પારદર્શિતા અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, ’એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કોંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કોંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂપીવાય છે તેવું કહીને છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. ગુજરાતમાં દારૂની સૌથી વધુ ખપત, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતજીએ તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા તેથી ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.’મોદી કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે’સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, ’કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતા નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કોંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.