Abtak Media Google News

ઈનોવેટીવ સ્કૂલ શૈક્ષણિક સંસ્થાની ઈન્ટરનેશનલ સ્કુલનું ઉદ્ઘાટન

ઈનોવેટિવ સ્કૂલ શૈક્ષણિક સંસ્થા દ્વારા ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કૂલનું ઉદઘાટન અપૂર્વમુની સ્વામી સ્વામિનારાયણ મંદિર રાજકોટના હસ્તે કરાયું હતું.

૨૩ એકરનાં વિશાળ સ્કૂલ કેમ્પસમાં પ્રોજેકટ, ઓડિયો-વિઝયુઅલ લનીંગ ધરાવતા એસી વર્ગ ખંડો, લાયબ્રેરી, સાયન્સ લેબ, મેથ્સ લેબ, લેબોરેટરીઝ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટનું કાર્ય કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે આર્ટ-ક્રાફટ‚મ, મ્યુઝીક ‚મ, ડાન્સ એન્ડ પરફોસિંગ ‚મ, વિભાગો દ્વારા માર્ગદર્શન મળશે. ફિનલેન્ડની શિક્ષણ પઘ્ધતિ રાજકોટ ખાતે શ‚ કરવા ફિનલેન્ડથી મી.પેટ્રી તા.૧૮ થી ૨૩ એપ્રિલ સુધી તાલીમ આપી રહ્યાં છે.

અપૂર્વમુની સ્વામીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, આજે ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલનું ઉદઘાટન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના સંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું છે. આવતા દિવસોમાં શિક્ષણ, નિરવંશની, સુસંસ્કારી વિદ્યાર્થીઓનું નિર્માણ કરી ભારતનું નામ રોશન કરશે.

ઉપરાંત આ સ્કૂલ નથી આ એક ઈન્ડસ્ટ્રી છે જે સમાજ માટે સારા માણસોનું નિર્માણ કરે છે. ભારતની દરેક સ્કુલમાં આ વિચારને અપનાવવો જોઈએ. ઈનોવેટિવ સ્કૂલમાં વિશાળ જગ્યા, વિઝન, સ્પોર્ટસ, દરેક પ્રકારની તાલીમ આપશે કે જેનાથી શૈક્ષણિક વિકાસ જ નઈ પરંતુ સમગ્ર વિકાસ થશે.

દષિત જાનીએ જણાવ્યું હતું કે, ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કૂલ તા.૨૨ના રોજ ઉદઘાટન થયું જેનું અલગ એમ છે.

જે ફિનલેન્ડનાં મિ.પેટ્રીનાં માર્ગદર્શનથી ફિનલેન્ડની શિક્ષણ પઘ્ધતિ મુજબ કાર્ય કરશે. જેમાં સ્પોર્ટ અને પ્રેકટીકલ ક્ષેત્રો પર વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સૌના સાથથી અલગ વિચારને અમલમાં મુકીશું જેના માટે આ સ્કૂલ શ‚ કરવામાં આવી છે.

જે ૨૩ એકરમાં છે. જેમાંથી ૬.૫ એકરમાં આ કેમ્પસ બનાવાયું છે. તેમજ ભાર વગરનાં ભણતરનાં વિચારને આગળ લઈ જશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.