Abtak Media Google News

ખૂંખાર આતંકવાદી ઓસામાબિન લાદેનનાં પૂર્વ બોડી ગાર્ડને આજે પણ જર્મન સરકાર દર મહિને ૧૪૦૦ ડોલરથી વધુનું પેન્શન ચૂકવી રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ઓસામાનાં મૃત્યુબાદ તેનો બોડીગાર્ડ ટયુનિશિયામાં આશ્રય લઈ રહ્યો છે. જોકે સુરક્ષાને લઈ આ વ્યકિતનું પૂરૂ નામ જર્મન સરકારે જાહેર કર્યું નથી.

સામી એ. નામનો વ્યકિત કે જેના પર અલકાયદાના ત્રાસવાદી કેમ્પમાં તાલીમ લેવાનો આરોપ છે. સાથોસાથ આ વ્યકિત ખૂંખાર આતંકવાદી ઓસામાબીન લાદેનનો બોડીગાર્ડ પણ રહી ચૂકયો છે. પરંતુ ૨૦૧૨માં પાકિસ્તાનમાં લાદેનની હત્યા બાદ આ વ્યકિતને જર્મન સરકાર દર મહિને ૧૪૨૯ ડોલરનું પેન્શન ચૂકવી રહી હોવાની વિગતો બીબીસી અને એએફસી સમાચાર સંસ્થાના માધ્યમથી બહાર આવી છે.

વધુમાં સામી એ. નામનો વ્યકિત ૧૯૯૭થી જર્મનમાં રહેતો હતો અને વિદ્યાર્થી વિઝા પર બે દાયકાથી જર્મનીની યાત્રા કરી હતી. અને ૨૦૦૫થી કોર્ટમાં ચાલતી ટ્રાયલમાં તેણે ઓસામાબીન લાદેન માટે કામ કર્યું હોવાનું પણ કબુલ કર્યું હતુ જો કે ૨૦૦૬માં તેની આશ્રય મેળવવા માટેની અરજીને નકારી કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વ્યકિતની સંપૂર્ણ ઓળખ કાયદા મુજબ જાહેર કરવામાં આવી નથી સામી.એ હાલ પશ્ર્ચિમ જર્મનીનાં ઓળમ શહેરમાં તેની પત્ની અને ચાર બાળકો સાથે રહે છે. અને સામીને ચૂકવવામાં આવતા પેન્શન અંગે ત્યાની સરકારે સમર્થન આપ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.