Abtak Media Google News

ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પ.બંગાળ સહિતના રાજયોમાંથી પસાર તા કોર હિટવેવ ઝોનમાં અસહ્ય હિટવેવની દહેશત

ઓણ સાલ ઠંડીએ કોઈ ખાસ જમાવટ કરી નહોતી પરંતુ ઉનાળા દરમિયાન તાપમાન ભડકે બાળે તેવું રહેશે. હવામાન વિભાગે ઉનાળા વિશે આગાહી કરતા કહ્યું છે કે, આ વખતે સામાન્ય કરતા વધારે તાપમાન જોવા મળશે. ખાસ કરીને મધ્ય ભારત અને ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં ગરમી વધારે પડશે.

Advertisement

હવામાન વિભાગે પ્રમવાર ઉનાળાની આગાહી કરી છે. વરતારા મુજબ એપ્રિલી જૂન દરમિયાન તાપમાન સામાન્ય કરતા ૧ ડિગ્રી વધુ એટલે કે દોઢ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે. કોર હિટવેવ ઝોનમાં તાપમાન વધારે જોવા મળે તેવી શકયતા ૭૬ ટકાની છે. હરિયાણા, પંજાબ અને રાજસનમાં સામાન્ય કરતા વધુ દોઢ ડિગ્રી તાપમાન રહેશે. કોર હિટ ઝોનમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, તેલંગાણા, મરાઠાવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના સમુદ્રી કિનારાઓનો સમાવેશ ાય છે.

કેરળ, તામિલનાડુ, કર્ણાટકના ઉત્તરીય ભાગ સહિતના વિસ્તારોમાં તાપમાન ૧ સેલ્સીયસ જેટલું નીચુ રહે તેવો પણ વરતારો અપાયો છે. માર્ચ થી મે દરમિયાન તાપમાનમાં ખૂબજ આકરો વધારો શે. લાનીનોની અસર ઉનાળા ઉપર વધુ જોવા મળશે નહીં.

ઉનાળો આકરો રહેવાની ધારણાના કારણે આગામી વર્ષમાં વીજ માંગ પણ વધશે તેવી શકયતા સેવાઈ રહી છે. ગત વર્ષ કરતા આગામી વર્ષે વીજળીનો વપરાશ વધુ રહેશે. પરિણામે સરકારને ઓપન માર્કેટમાંી વીજળીની ખરીદી કરવી પડશે તેવું તાજેતરમાં જ ફલીત યું હતું. તાપમાન ઉંચુ રહેવાના કારણે પંખા, એસી, કુલર સહિતના સાધનોનો ઉપયોગ વધી જાય છે. ગુજરાત સહિતના રાજયમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉનાળો ખૂબજ વધુ રહેશે.

હવામાન ખાતાએ સૌપ્રમવાર ઉનાળા સંદર્ભે કરેલી આગાહી અનુસાર આ વર્ષમાં સામાન્ય કરતા દોઢ ડિગ્રી તાપમાન વધુ જોવા મળશે.

કોર હિટવેટ ઝોનમાં તાપમાન ઉછાળાની શકયતા ૫૨ ટકાની છે જે ઉનાળામાં ખતરાની ઘંટડી સમાન જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.