Abtak Media Google News

અમે હેલીના માણસ: શનિવારે રાત્રે યુટ્યુબ પર ખલીલ ધનતેજવી

કોરોના મહામારીના પગલે મનોરંજનના સિનેમા-નાટકો વિગેરે બંધ છે ત્યારે સોશ્યલ નેટવર્ક ઉપર વિવિધ લાઈવ કાર્યક્રમો યોજીને લોકોને મનોરંજન સાથે શ્રેષ્ઠ કાર્યક્રમો યોજાય રહ્યા છે. થોડો સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન નાટય સ્પર્ધા ‘લોકડાઉન ૨૦૨૦’ યોજાય હતી જેને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. સાહિત્યકલા સંપદા દ્વારા ભારતીય વિધા ભવન કલા કેન્દ્રને સથવારે ૭મીને શનિવારે રાત્રે ૯ કલાકે ભવનકલા કેન્દ્રની યુટયુબ ચેનલ પર ‘અમે હેલીના માણસ’ કાર્યક્રમ રજૂ થનાર છે. આ કાર્યક્રમમાં વિખ્યાત શાયર ખલીલ ધનતેજવી દ્વારા ગઝલ પઠન થશે સાથે તેમની ગઝલો જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ મિસ્કીન આસ્વાદ કરાવશે. ખલીલભાઈની ગઝલો યુવા ગાયિકા જાહનવી શ્રીમાંકરનાં સુરીલા કંઠે રજૂ થશે. આ સમગ્ર કાર્યક્રમ ખાસ દર્શકો માટે યુટયુબ માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન સંકલન ઉદયન ઠકકર, કમલેશ મોતા અને નિરંજન મહેતાએ કર્યું છે. શ્રેણીક શાહના સૌજન્ય રજૂ થતો આ કાર્યક્રમ માણવા જેવો છે. સુગમના ગીતો-ગઝલો સાંભળનારો એક મોટો વર્ગ છે.ત્યારે સાહિત્ય કલાસંપદા અને ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રના આવા કાર્યક્રમોની સરાહના થઈરહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.