Abtak Media Google News

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન

રાજકોટ શહેર-ગ્રામ્યના 18, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ઝાલાવડ પંથકના મળી 38 પંટરો ઝડપાયા

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલ.સી.બી. અને એસ.ઓ.જી.એ દરોડો પાડયો રોકડા  24.21 લાખ, બે -કાર અને આઠ  મોબાઈલ મળી રૂ. 28.77 લાખનો મુદામાલ કબ્જે

કલબ સંચાલક સહિત બે શખ્સો ફરાર અને વાડી માલીકની ધરપકડ

લીંબડી તાલુકાના સૌકા ગામની સીમમાં ધમધમતી ઘોડીપાસાની જુગાર  કલબ પર સ્થાનિક પોલીસને  અંધારામાં રાખી એલસીબી એ દરોડો પાડી  રાજકોટ, જામનગર ,બોટાદ,મોરબી ,કચ્છ ,દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ઝાલાવાડ પંથકના મળી 38  શખ્સોની ધરપકડ કરી   રોકડા રૂ. 24.21 લાખ ,8 મોબાઇલ અને 2 કાર મળી  કુલ રૂ. 28.77 લાખના મુદામાલ  કબજે  કરી  નાસી છૂટેલા કલબના બે  સચાલકોની શોધખોળ હાથધરી છે.  જુગાર કલબ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડેલા દરોડા ના પગલે જિલ્લા પોલીસવાળાએ ડિસ્ટર્બના પીએસઆઇ સહિત નવ પોલીસમેનને ઘર ભેગા કર્યા છે.

વધુ વિગત મુજબ ઝાલાવાડ પંથકમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા એસપી હરેશ દુધાતે આપેલી સૂચનાને પગલે  લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ત્રિવેદી અને પીએસઆઇ વી.આર.જાડેજા સહિતનો   સ્ટાફે  પેટ્રોલિંગ હાથ ધરી હતું. ત્યારે લીંબડી તાલુકાના સૌકા ગામના તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા, નવદીપસિંહ ગીરીરાજસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા સહિતના ત્રણેય શખ્સો સૌકા ગામની સીમમાં  સૌકા ગામના રાજપાલસિંહ વિક્રમસિંહ ઝાલાના  ખેતરમાં  પતરાની ઓરડી બનાવી  ધોડી પાસાનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

બરોડા દરમિયાન જુગાર રમતા સૌકાના નવદિપસિંહ ગિરિરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગરનો કાલુ છેલા ગોલતર, રાજકોટ ના ખંડેરી સ્ટેડિયમ પાસે રહેતો નરોતમ હીરજી મકવાણા, ધાંગધ્રાનો વિશાલ પ્રવીણ રાબા, લીંબડીના સૌકાના રાજેશ મોહન મંદાની, રાણપુરના ભીમા પન્ના ઝાપડિયા, સુરેન્દ્રનગરનાં  દિગ્વિજય બનેસંગભાઇ દરબાર, રાજકોટના ગુંદાવાડી નો ઇન્દુભાઇ નાનજીભાઈ હેમનામ, વાંકાનેરનો મુસ્તફા હકીમ મુલતાણી, રાજકોટના લક્ષ્મીવાડીનો સાગર વિજય સોજીત્રા,ભુજનો વહાબ અબ્દુલ મામણ, બોટાદનો જગદીશ હમીર પરમાર,કોટડા સાંગાણીનો જયદીપ પ્રવીણ પાઠક,રાજકોટના માયાનીનગરમાં નો દિપક મુકેશ નિમાવત, વિંછીયાના આકડીયા ગામનો લાલા ઉર્ફે જયુ મનુ ચાવડા,જામનગરનો જગદીશ જેરામ જૂનીવાડા,રાજકોટના જયરાજ પ્લોટનો મહેશ વજુ દોશી, રાજકોટના રણછોડનગર નો હમીર મોહિજ પટેલ, રાજકોટના કોઠારીયા ગામનો પ્રવીણ જીવરામ રાજ્યગુરુ, જસદણના મુકેશ મનુ મહેતા, લીબડીના કૃષ્ણદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રાહુલ ચંદુ ઝિંઝુવાડીયા,નિજાર અમીર ,રાજકોટના પ્રહલાદ પ્લોટનો વિજય કનુ રાધનપુરા, વાંકાનેરના રાણકપરનો અલ્તાફ હસન માલકીયા,રાજકોટના જંગલેશ્વરનો બસીર હુસેન જેસાણી, રાજકોટના ચુનારાવાડનો ભનુ સોડા સભાડ ,રાજકોટના જંગલેશ્વરનો આરીફ ગફાર ધાનાણી, રાજકોટના જંગલેશ્વરનો ઇમરાન આરીફ સોલંકી, રાજકોટના હડાળાના  ડાડા મિયા મોહમ્મદ મિયા પીરજાદા, દ્વારકાનો સોયબ અલાઉદ્દીન બેલીમ ,જૂનાગઢના માખીયાણાનો રમેશ વલ્લભ ગજેરા, રાજકોટના ધાચીવાડનો અમીન આસમ સુમરા,રાજકોટના સહકારનગરનો જીતેન્દ્ર બચુભાઈ પરમાર, વિંછીયાના પીપળીયાનો રમેશ ભીમજી માતરીયા, રાજકોટના જંગલેશ્વરનો અલી મોહમ્મદ હાજી કોગદા, સુરેન્દ્રનગર નો દિનેશ ભગવાન કોટડીયા અને પાલનપુરના તાલેપુરા નો અલમાસ ફારુક શેખની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 24.21 લાખ, 8 મોબાઇલ અને બે કાર મળી રૂપિયા 28.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન નાસી ગયેલા કલબના સંચાલક લીંબડીના સૌકા ગામનો તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા સહિત બંનેની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડામાં પીઆઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા , એસઓજી પીએસઆઇ એમ.બી.પઢીયાર, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, નિકુલસિંહ ભુપતસિંહ, રવિકુમાર રાણાભાઇ, જુવાનસિંહ મનુભા, ભુપેન્દ્રકુમાર જીણાભાઇ, હિતેષભાઇ જેસીંગભાઇ, પ્રતાપભાઇ ભુપતભાઇ, મહિપતસિંહ હેમંતસિંહ, હરદેવસિંહ જીલુભા, જયેન્દ્રસિંહ જેઠીભા, અનિરુદ્ધસિંહ સહિત   ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ફ્લ્યુ સ્કોડ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરી બજાવી હતી. લીંબડી પંથકમાં સૌથી મોટી જુગારની કલબ પકડાતા અને સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસવાળા એસપી દુધાતે ડિસ્ટર્બના પી.એસ.આઇ શહીદ 9 પોલીસ મેનોને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે તેમજ આ મામલે અનેક તપેલા ચડી જવાનું  જાણવા  મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.