Abtak Media Google News

લખતર તાલુકાના વણા ગામે રાજકોટના શખ્સોએ જુગાર કલબ શરુ કરી હોવાની બાતમીના આધારે લખતર પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય, પાલિકાના કોર્પોરેટર સહિત 21 શખ્સોની રુા.4.22 લાખના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના જુગાર કલબ સંચાલક બે શખ્સોની શોધખોળ હાથધરી છે.

રાજકોટના શખ્સોએ શરૂ કરેલી જુગાર કલબમાં સુરેન્દ્રનગર ભાજપ અગ્રણી,  પાટણ, સાણંદ, ઉપલેટા, મુળી, સુરત અને રતનપરના શખ્સો જુગાર રમતા ઝડપાયા: રૂ.4.22 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિકુભા મરેશસિંહ રાણા અને દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણાએ પોતાના વણા ગામે રામજી મંદિર પાસે આવેલા મકાનમાં જુગાર કલબ ચલાવવા માટે હરપાલસિંહ અરવિંદસિંહ રાણાને આપ્યું હોવાની અને રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર, રતનપર, મુળી, સાણંદ અને ઉપલેટાના શખ્સો જુગાર રમવા આવતા હોવાની બાતમીના આધારે લખતર પોલીસ મથકના પી.એસ.આઇ. એન.એચ.ડાભી સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જુગાર રમતા વણાના હરપાલસિંહ અરવિંદસિંહ રાણા, દિલાવરસિંહ  હારિતસિંહ રાણા, સુરેન્દ્રનિગર જિલ્લા પંચાયતના સભ્ય અમથુભાઇ કમેજલીયા, ઓમદેવસિંહ હરપાલસિંહ રાણા, સંજય નગીનદાસ શાહ, રતનપરના વિપુલ નટવર સરેરીયા, દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર, વિષ્ણુંસિંહ જોરુભા પરમાર, માળીયાના શબ્બીર કેશર કટીયા, સુરતના ઘનશ્યામ જેઠા, પાટણના સુરેશ શિવા પટેલ, ઉપલેટાના અશરફ મામદ પીઠડીયા,  ગાંધીધામના રોહિતસિંહ હરુભા રાણા, રાજકોટના મનોજ મહેન્દ્ર ગણાત્રા,  દિલીપ બાબુ ચંચા, રાજસ્થાનના દેવીલાલ કચરા પટેક્ષલ, હળવદના ધીરજ ચુનિલાલ વ્યાસ,  સાણંદના ફિરોજ નિજાર અલી ગીલાણી, ઉદયપુરના મનોદ મનજાજી પટેલ અને મુળી રાજેશ રઘુવીર ત્રિવેદી નામના શખ્સોની રુા.3.57 લાખની રોકડ સાથે ધરપકડ કરી તેમની પાસેથી 13 મોબાઇલ, બે ટેબલ, 12 ખુરશી મળી રુા.4.22 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જુગાર કલબ માટે મકાનની સગવડ આપનાર  દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણા અને દિુકભા ઉર્ફે દિવ્યરાજસિંહ મુકેશસિંહ રાણાની પોલીસે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.