Abtak Media Google News

એનડીઆરએફની ટીમ દ્વારા લાપતાની શોધખોળ

ગઈકાલે અનેક જગ્યાએ પડેલા વરસાદને કારણે નદી-નાળાઓમા પુર આવતા લાઠ ગામનો પરિવાર  માણાવદરના  ચડવા ગામે  ખેતી મજુરીએ પરત આવતા  પાણીના પ્રવાહમાં તણાઈ જતા  માતા-પુત્રીની લાશ  મળી છે જયારે   એક લાશની શોધખોળ ચાલુ છે.  આજે બપોર સુધી મળેલ  નહોતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ લાઠ ગામના દલીત   પરિવાર   માણાવદરનાં ચુડવા ગામે ખેત મજુરી ગયો હતો વરસાદને કારણે  ખ્ેતીનું કામ પતાવી પરત લાઠ ગામે મગનભાઈની રીક્ષા નંબર   6415માં પરત આવવા રવાા થયા હતા રીક્ષામાં લાઠ ગામના 6 લાકેો સવાર હતા  રીક્ષા ચુડવાથી લાઠ તરફ  આવી રહી હતી. ક્રોઝવે ઉપરથી ભારે પાણીના પ્રવાહમાં  આગળની રીક્ષા નીકળી જતા પાછળની રીક્ષામાં સવાર લાઠ ગામનો દલીત પરિવાર પણ  રીક્ષા ક્રોઝવે પર પસાર કરતા ભારે પાણીના પ્રવાહમાં કપાસની સાઠીના ભર પાણીના પ્રવાહમાં તણાઈ આવતા તે રીક્ષા ઉપર  આવતા રીક્ષા પાણીમાં પલટી મારી ગઈ હતી.

આ રીક્ષામાં ડ્રાઈવર સહિત છ વ્યકિતઓ સવાર હતા તેમાંથી ત્રણ વ્યકિતઓ બહાર નીકળી ગયા હતા જયારે લાઠ ગામના શાંતાબેન  રાજાભાઈ રાઠોડ ઉ.65, ભારતીબેન ગોવિંદભાઈ સોંલંકી ઉપર 32 શગુણાબેન  ગોવિંદભાઈ સોલંકી ઉ.18 પાણીના  ધસમસતા પુરમાં તણાઈ જતા ત્રણેયની શોધખોળ તંત્ર અને ગ્રામજનો દ્વારા શરૂ કરાઈ હતી.

લાઠ ગામના ત્રણેય વ્યકિતની તણાયા બાદ  ગતરાત્રે ભારતીબેન સોલંકીની લાશ મળી આવી હતી. અને આખી રાત્રીની શોધખોળ બાદ આજે સવારે આઠ વાગે શગુણાબેન સોલંકી ઉ.18ની લાશ પણ મળી આવી હતી જયારે શાંતાબેન સોલંકી હજુ લાપતા હોવાથી તેની આજ બપોર સુધીમાં   મળી આતી નથી એન.ડી.આર.એફ.ની ટીમ આજે બપોર બાદ આવી લાશની શોધખોળ શરૂ કરી છે. લાઠ ગામના દલીત પરિવારમાં  બનેલી ઘટનાથી સમગ્ર લાઠ ગામ શોકમય બની ગયું હતુ. આ ઘટનામાં માતા-પુત્રીના મોત થયા હતા જયાર તેની સાથે સવાર ભારતીબેનના દિકરા રાહુલ ઉર્ફે માંડાનો  અને રામા ડ્રાઈવરનો બચાવ થયો છે.   શોધખોળ બાદ મળી આવેલી માતા પુત્રીની લાશને માણાવદર  સરકારી હોસ્પિટલે પી.એમ. માટે લાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.