Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર રાત્રીના અંદાજે  ફરજ પરના કર્મચારીઓ દ્વારા મહાકાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર હોવાની જાણ કરેલ. અધીકારી દ્વારા તુરંત ઝૂ શાખાના ઝૂ સુપ્રિન્ટેજન્ડેણન્ટ ને ઘટનાની જાણ કરાતા તુરંત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવેલ. અનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વારા સ્થળ તપાસ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજે 15 થી 16 ફૂટનો અજગર જોવા મળેલ.

આ પંપ હાઉસની ઓરડીમાં વાયરીંગ પસાર કરવા માટે ગટર બનાવવામાં આવેલ હોવાથી અજગર ગટરમાં જતો રહેતા તેમજ અટપટી જગ્યાના કારણે મહામહેનતે દોઢ કલાકની જહેમતનાં અંતે અજગરને સહી સલામત બહાર કાઢી પકડવામાં આવેલ.વેટરનેરી ઓફીસર દ્વારા આ અજગરનું નીરીક્ષણ કરાતા અજગર 15.5 ફૂટ લંબાઇ તથા માદા જાતીનો હોવાનું જણાયેલ છે. આ અજગર તંદુરસ્ત હોય, કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.