Abtak Media Google News

વોટ્સએપે 2015માં વેબ વર્ઝન લોન્ચ કર્યું હતું, જે મોબાઇલ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. અત્યાર સુધી તેને વાપરવા માટે આપણા ફોનમાં ઇન્ટરનેટ હોવું જરૂરી હતું. તે એવું હતુ કે જો તમારો ફોન ઇન્ટરનેટથી કનેક્ટેડ નથી તો તમે વેબ પર વોટ્સએપનો ઉપયોગ કરી શકતા નથી.

પરંતુ હવે તે ખૂબ જ ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યું છે. WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કંપની યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) એપ્લિકેશન પર કામ કરી રહી છે. આ સાથે મલ્ટિ-પ્લેટફોર્મ સિસ્ટમ પણ રજૂ કરવામાં આવશે, જે તમારો ફોનને સ્વીચ ઓફ થવા પર પણ વેબ પર વોટ્સએપ ચલાવવાની મંજૂરી આપશે.

વાબીટાઇન્ફોના બ્લોગમાં એમ પણ કહ્યું હતું કે જો બેટરી પૂર્ણ થવાના ડરથી યૂઝર્સ ફોનના ઇન્ટરનેટથી કનેક્ટ નથી રાખવા માંગતા તો કોમ્યુટર અથવા વેબ UWP નો ઉપયોગ કરી વોટ્સએપ ચલાવી શકશે. આ ડેવલોપિંગ સ્ટેજ પર છે, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તેને દરેક માટે રજૂ કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.