Abtak Media Google News

રેલવેના પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક મુસાફરી માટે ટ્રેનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દરેક કોચમાં લગાવાશે. આ સિસ્ટમ શંકાસ્પદ ચહેરાઓને ઓળખીને કંટ્રોલરૂમમાં સીધી જ માહિતી આપી દેશે. સાથે જ કોચમાં પાણી પૂરું થશે કે પૈડા ગરમ થશે કે કોચમાં કોઈપણ પ્રકારની ખરાબી હશે તો તેની માહિતી આગળના સ્ટેશને આપી દેશે. આથી સમયની બચત થશે અને મુસાફરોને મુશ્કેલી નહીં પડે. ઉત્તર રેલવે આગામી ત્રણ મહિનામાં 100 ટ્રેનમાં આવા કોચ લગાવશે. દિલ્હીથી આઝમગઢ વચ્ચે ચાલતી કેફિયત એક્સપ્રેસમાં તેની ટ્રાયલ લેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.