Abtak Media Google News

આવકવેરા વિભાગમાં કરદાતાઓને ઈનકમટેકસ ભરવાથી લઈને રીફંડ માટેની રાબેતા મુજબની કામગીરીમાં સમયના વ્યયની ફરિયાદો રહેતી આવી રહી છે. સાથેસાથે અંડર ધ ટેબલ વહીવટના મોટાભાગના કિસ્સાઓમાં ચોર હાથમાં આવતા ન હતા અને આખો વિભાગ બદનામ થતું હતુ હવે કેસલેસ એસેસમેન્ટથી સમયનો વ્યય બચશે અને પારદર્શક વહીવટ  શકય બનશે. આવકવેરા વિભાગ માં ઘણી બધી નવી પદ્ધતિ આવી ગઈ છે આમ તો વાત કરીએ તો ચાર વર્ષ પહેલાંથી જ ફેસલેસ એસેસમેંટ ની કામગીરી શરૂ થઈ હતી ત્યારે ટેક્સ પેયર માટે સરળતા તો થઈ હતી પરંતુ જે લોકો ટેક્સ ઇવેઝન માં જોડાયા હતા ઘણી મુશ્કેલી આવી હતી.

04 4

આધુનિક ટેકનોલોજીથી ઈન્કમટેક્ષ વિભાગની કાર્ય ક્ષમતાનો મહતમ ફાયદો કરદાતાઓને મળવો જોઈએ

નવી સિસ્ટમ જો વાત કરીએ તો એમાં ઘણા બધા ટેકનિકલ શતતીયત જોવા મળ્યા છે જેથી કરીને ઘણા બધા કામ અટકી પણ ગયા છે અને સાથે સાથે મીય મફયિં પણ નજીક છે ત્યારે કામગીરીમાં ખૂબ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. રિટર્ન ફાઇલ કરી નથી શકતા કારણ કે નવી સિસ્ટમ હજી સરળ બની નથી ત્યારે એ પ્રશ્ન પણ થાય છે કે જૂની સિસ્ટમ હતી એમાં જ અપડેટ ન કરી અને આખી નવી સિસ્ટમ જ સરકાર અને ઈન્ફોસિસ દ્વારા કરવામાં આવી. કેસ લેસ એસેસમેન્ટ સમય જતાં સરળ તો બની જ છે પણ સાથે સાથે એમાં કમ્યુનિકેશનનો અભાવ પણ જોવા મળ્યો છે ત્યારે કોઈપણ આ બાબતની બે બાજુ ચોક્કસ હોય છે આપણે હકારાત્મક વસ્તુઓ પર ધ્યાન દઈએ તું કહી શકાય કે ઓનલાઇન અને રફભય હફતયિ સિમેન્ટ એ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

ભારતના અર્થતંત્રમાં આવકવેરા મહત્વનો ભાગ ભજવે છે: તુષાર સેજપાલ

06 2

એડવોકેટ તુષાર સેજપાલ અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે ફેસ લેસ એસેસમેન્ટ થી કમ્યુનિકેશન નો અભાવ જોવા મળે છે. અને સાથે નવી સિસ્ટમની જો વાત કરીએ તો એના પણ ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. આવકવેરાની મહત્વતા તો ઘણી બધી છે કારણ કે એના ઉપર જ ભારત દેશનું અર્થતંત્ર ચાલે છે. આવકવેરા નવી ઓનલાઈન સિસ્ટમ ડેવલપ કરી રહી છે જેમાં ટેક્સ ઇવેઝન ન થાય એવી ઘણી બધી બાબતો સરકારે ધ્યાનમાં રાખી છે. આવકવેરા ને લઈને તમામ માહિતી ઓનલાઇન ઉપલબ્ધ છે, શેર માર્કેટ, કેપિટલ ગેઈન, ટેક્સ ડિપોઝિટ, આ તમામ માહિતી ઇન્કમટેક્સ ની સાઇટ 26 એ.એસ પર ઉપલબ્ધ છે. ઇન્કમટેક્સ ની નવી સાઇટ હજી સરખી રીતના કામ કરતી નથી ત્યારે ઘણા બધા કામ અટકાઈ ગયા છે અને સરળતા થી ફંકશનિંગ થતું નથી.

ટેક્સ પ્લાનીંગ અને ટેક્સી ઇવેઝન વચ્ચે એક પાતળી ભેદરેખા છે: રાજેન્દ્ર રાવલ

01 7

અર.પી.સો એન્ડ કો. ના રાજેન્દ્ર રાવલ ખાસ વાતચીતમાં જણાવે છે કે આ વખતે કોરોના મહામારી ને નજરમાં રાખીને સરકારે પોતાના એક્સપેક્ટેડ ટેક્સ કલેક્શન પણ રીવાઈઝ કર્યા છે ત્યારે સરકાર  સતત પ્રયાસ કરી રહી છે કે તેઓ ડિરેક્ટ ટેક્સ કલેક્શન કરી શકો. ભારતનું ઇન્કમટેક્સ મુજે માળખું છે થોડું જટિલ છે જ્યારે બીજા દેશો મા ઘણી સરળ છે. મોદી સરકાર દ્વારા 2015થી ઓનલાઇન અસેસ્મેન્ટ અને ઇ-એસેસમેન્ટ પરિચયમાં આવ્યો ત્યારે હવે ફેસલેસ એસેસમેન્ટ આવી ગયું છે. પહેલા એસએસિંગ ઓફિસર કોણ હોય એની જાણ રહેતી જ્યારે હવે ફેસલેસ એસેસમેન્ટ માં આપણને જાણ જ નથી હોતી કે ઓફિસર કોણ છે.

આના કારણે ભ્રષ્ટાચાર માટે જગ્યા જ નહિવત કહી શકાય. સરકારનો ઉદ્દેશ આમાં ભ્રષ્ટાચાર ઓછું કરવું જ છે અને આમાં સફળતા પણ મેળવી શકાય. તેરે સરકાર પણ કરદાતાઓ પાસેથી પ્રમાણિકતા ઈચ્છે છે. ટેક્સ પ્લાનીંગ અને ટેક્સી ઇવેઝન વચ્ચે એક પાતળી ભેદરેખા છે. તમારી શક્ષભજ્ઞળય અને ટેક્સ પેમેન્ટ નું તમે પ્લાનિંગ ચોક્કસથી કરી શકો પણ ઓનલાઈન સિસ્ટમ આવ્યા બાદ ભ્રષ્ટાચાર માટે હવે જગ્યા રહી જ નથી એમ કહી શકાય કારણ કે તમારા જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ બધા જ ગવર્મેન્ટની રડારમાં છે.

સરકાર 360  પ્રોફાઈલિંગ કરી રહી છે ત્યારે ટેક્સ ઇવેઝન માટે નહીવત જગ્યા છે:  મેહુલ રાણપુરા

07 5

જે.સી રાણપુરા એન્ડ કો ના મેહુલ રાણપુરા અબતક સાથેની ખાસ વાત ચીત મા જણાવે છે કે આવકવેરા માં ઘણા બધા એડવાન્સમેન્ટ જોવા મળશે. સરકાર અને આવકવેરા વિભાગ જે રીતના કામગીરી બતાવી રહી છે તેના પરથી કહી શકાય કે આ ક્ષેત્રનામાં ઘણું સારું ભવિષ્ય હોઈ શકે છે. સાધુ સાથે ટેક્સ વર્ઝન વાત કરતાં તેઓ જણાવે છે કે હાલના સમયમાં ધ્યાનમાં રાખીને એ તો હવે ભૂતકાળ બની જશે એવું કહી શકાય કારણ કે સરકારે 360ઓ પ્રોફાઈલિંગ કરે છે. ટેક્સ ઈવેઝન કરવાનો હવે કોઈ ફાયદો પણ નથી કારણ કે જ્યારે બધું સામે આવે છે ત્યારે ટેક્સ ની કિંમત કરતાં વધારે તો પેનાલ્ટી ભરવી પડે છે

આમ પણ એમાં કોઈ ફાયદો છે જ નઈ! બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એવા ઘણા યુરોપિયન દેશ સાથે તુલના કરીએ તો  અત્યારના સંજોગોમાં ટેક્સ ની ટકાવારી ભારત દેશમા ઘણી સારી છે! આ સંજોગો ને ધ્યાન માં રાખીને ટેક્સ ઇવેઝન તો ના થઈ એ જ સારું! સાથે ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો ઓનલાઇન અને ફેસલેસ થઈ ગયું છે તો ત્યારે એની જગ્યા નહિવત કહી શકાય. ટેક્સ પેમેન્ટ માટે સરકારે ઘણી રાહતો આપી છે, ડ્યું ડેટ એક્સટેન્ડ કરી છે તો જે લોકો ના ધંધા બંધ હતા અને હવે શરૂ થશે તો એલોકો કમાવાનું શરૂ કરે ત્યારે જ ટેક્સ ભરવાનું આવે!

ફેડલેસ એસેસમેન્ટ એસએસસી માટે જ ફાયદારૂપ: નયન દતાણી

05 3

સી.એ.નયન દતાણી સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે આવકવેરા મહત્વનો ભાગ ભજવે છે કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને ધંધા પર અસર પડી છે ત્યારે સરકારે રાહત કરદાતાઓને આપી છે જેને લઇને કોઈને તકલીફ રૂપી સમસ્યાઓ નહીં આવે.

ઓનલાઇન એસેસમેન્ટ ધ્યાન રાખે તો કોઈપણ ટ્રાન્જેક્શન સરકારની નજર થી નહીં છૂટી શકે. ટેક્સ પ્લાનિંગ કરી અને બિઝનેસ અને દેશ બને ને બુસ્ટ કરો! ધીમે ધીમે બધા જ એસેસમેન્ટ ફેસ્લેસ થઈ ગયા છે આમાં બેનીફીટ એસએસસી ને જ છે! ફિઝિકલ પદ્ધતિની જો વાત કરીએ એ ઘણું સમય લેતો અને ભ્રષ્ટાચાર પણ થઈ શકતા જ્યારે ઓનલાઇન એસેસમેન્ટમા અની કોઇ જગ્યા જ નથી. ઓનલાઈન સિસ્ટમ આવી છે બધી કામ ઝડપી થઈ ગયું છે.

ઓનલાઇન એસેસમેન્ટ ને લઇ છેલ્લા 2 વર્ષ થી ઈનકમ ટેક્સ ઓફિસ જોઈ જ નથી: રણજીત લાલચંદાની03 7

રાજકોટ ટેક્સ ક્ધસલ્ટન્ટ એસોસિયેશન ના પ્રમુખ રણજીત લાલચંદાની અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ઓનલાઇન એસેસમેન્ટ થી ઘણી સરળતા આવી છે અને આગળ જતા આવકવેરા વિભાગમાં પ્રગતિ પણ જોવા મળશે. સરકારે આવકવેરા વિભાગ માંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઘણી મહેનત કરી છે અને એ ભાગરૂપે જ ઓનલાઇન સીસ્ટમ કરવામાં આવી છે.

ત્યારથી ઓનલાઇન એસેસમેન્ટ આવ્યું છે ત્યારથી હું ઇનકમ ટેક્સ ઓફિસ ગયો જ નથી. નોટિસ આવતાની સાથે જ ખુબ સરળતા થી માહિતી અપલોડ કરી દેતા જે માટે ડિપાર્ટમેન્ટ ને હું ખૂબ આભારી છું. નિર્મલા સીતારામન શું કહેવું છે કે કરદાતા ઉપર વિશ્વાસ ની કેળવણી કરવી જોઈએ બધા જ કરદાતાઓ ટેક્સ ઇવેઝન કરતા હોય એ વાત તદ્દન ખોટી છે. ઈનકમ ટેકસ પોર્ટલ 2.0 જે હાલ લોન્ચ કર્યું છે એ ચાલતી જ નથી.

સરકારે 4,200ભિ/- નો ખર્ચો કરી ઈન્ફોસિસ સાથે જોડાઈ નવી પોર્ટલ બનાવમાં આવી તેમ છતાં ખુબ જ નિરાશા અનુભવાય છે કારણ કે પોર્ટલ ચાલતું જ નથી. આ પોર્ટલ પર ટ્રાયલ – એરર કરવામાં આવ્યું જ નથી એવું લાગે છે! નિર્મલા સીતારામને કહેવું છે કે અપને ક્લાઈન્ટ ફ્રેન્ડલી બનાવવામાં આવે. હોટલ પર નોટીસ રોજ આવે છે પણ એનો રીપ્લાય પોર્ટલ પર આપી શકાતો નથી. આજે ઘણી બધી અપીલ પણ આના કારણે જ પેન્ડિંગ પડી છે . દાતા હોય તો ટાઈમ ટેબલ ભરવાનું હું આગ્રહ રાખીશ અને તો જ તમે રાતના શાંતિથી નીંદર કરી શકસો!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.