Abtak Media Google News

મોબાઇલ કંપનીનો માલિક યુધિષ્ઠીરની ભૂમિકામાં

જુગારની આદતને કારણે જીયોનીના ચેરમેન ૧૪૪ મિલિયન ડોલર હારી જતા કંપનીની હાલત કફોડી

મહાભારતમાં જે રીતે પાંડવોએ જુગારમાં સર્વસ્વ લુંટાવી દીધું અને આખરે પાંડવોએ દ્રોપદીને દાવ પર મૂકી અને તેને પણ હારી ગયા તેવી જ રીતે ચાઇનીઝ સ્માર્ટ ફોન કંપની જીઓનીના માલીકે કર્યુ છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની જીયોનીના ચેરમેન લીરોગ જુગારમાં પોતાનું સર્વસ્વ હારી ગયા છે. જેને પગલે હવે તેમણે તેમની આબરુને દાવ પર લગાવી છે ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોનીએ નાદારી નોંધાવી છે. કંપનીના બૈક કરપ્ટ થવાની ખબર છે. કંપનીના ચેરમેન લિવુ લિરીનની જુગારની આદતને કારણે કંપની મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. મળતી માહીતી પ્રમાણે લિયુ લિરોન્ગ અમેરિકાના સૈપાન સ્થિત એક કસીનોમાં જુગાર રમતી વખતે ૧૦ અરબ યુઆન એટલે કે ૧ અરબ રૂપિયા હારી ગયા છે. એડ્રોઇડ એથોરીટીના જણાવ્યા પ્રમાણે ચેરમેને આ વાત પોતે કબૂલી છે.

Advertisement

મળતી માહીતી પ્રમાણે કંપની સપ્લાયર્સ ને ચુકવણી ન કરવા બદલ અને વિભિન્ન ડીલ્સ પર કામ કરવા બાબતે વિચારી રહી છે. રિપોર્ટ પ્રમાણે લગભગ ર૦ સપ્લાયર્સએ ર૦ નવેમ્બરે જીનલી ટુ શેનઝેન ઇટરમીડીયએટ પીપલ્સ કોર્ટમાં નાદારીની અરજી કરી છે. મહત્વનું છે કે લિરોને દાવો કર્યો છે કે તેમણે જુગાર રમવા જીઓનીના પૈસાનો ઉપયોગ કર્યો નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેમણે કંપની ફંડમાંથી પૈસા ઉઠાવ્યા છે.

મહત્વનું છે કે તાજેતરમાં આવેલી એક રિપોર્ટ પ્રમાણે જિયોની ૨૦૧૮માં લગભગ ૬૫૦ કરોડ રૂપિયાની નિકાસ કરશે કંપની ના એક ઓફીસરે જણાવ્યું કે, ૨૦૧૮માં ભારતમાં ટોપ પ સ્માર્ટ ફોન બૈડસમાં સામેલ થવા માંગે છે. જીઓની ૨૦૧૭ કરતા આ વર્ષે માર્કેટીંગ ૩૦ ટકા વધારશે આ વર્ષે એપ્રિલમાં જિયોની એસ ૧૧ લાઇટ દ્વારા વાપસી કરી હતી. જો કે જીયોનીના લીરોન્ગના જુગારની આદત ને કારણે હવે દેવાળુ ફુકાયું છે.

જુગારમાં ૧.૪ બીલીયન ડોલર હારી જતા હવે તેણે નાદારી નોંધાવી દીધી છે. અને પોતાની આબરુ દાવ પર લગાડી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.