Abtak Media Google News

ઝુ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ચાર વર્ષમાં આદાન-પ્રદાન

ગુજરાતના ગીરના એશિયાઈ સિંહને મધ્યપ્રદેશ મોકલવા સામે વિરોધ કરાયો હતો ત્યારે રાજ્યમાંી છેલ્લા ચાર વર્ષમાં ૨૨ જેટલા સિંહ અન્ય રાજ્યના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ૬ સિંહ રાજસન ખાતે મોકલાયા છે. રાજ્યના વન વિભાગ પાસેી છેલ્લા ચાર વર્ષમાં કુલ ૨૨ સિંહને દેશના અન્ય પ્રાણીસંગ્રહાલયને મોકલવામાં આવ્યા હતા જેમાં વર્ષ ૨૦૧૨-૧૩માં ઓરિસ્સા ખાતે સિંહ-સિંહણને, વર્ષ ૨૦૧૩-૧૪માં ઉત્તર પ્રદેશમાં ચાર સિંહ-સિંહણને, વર્ષ ૨૦૧૪-૧૫માં પંજાબમાં એક સિંહને, દાદરાનગર હવેલી ખાતે બે સિંહને અને વર્ષ ૨૦૧૫-૧૬માં રાજસનમાં ૬ સિંહને ત્યાર બાદ હરિયાણામાં બે, ઉત્તર પ્રદેશમાં ૩ અને કર્ણાટકમાં બે સિંહ મોકલવામાં આવ્યા હતા. પ્રાણીસંગ્રહાલયને જરૂરી વન્યપ્રાણીઓ મેળવવા માટે નિયામનુસાર અન્ય રાજ્યના ઝૂ સો વિનિમય કાર્યક્રમ અંતર્ગત સિંહ મોકલવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.