Abtak Media Google News

ટીકુ કમિશનથી વંચિત ૫૦૦૦ ડોક્ટરો ૭મી એપ્રિલે હડતાલ પર

રાજ્યના પ્રામિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને વહિવટી કાર્ય સો જોડાયેલા ઈન સર્વિસ ડોક્ટર્સને ત્રીજા તબક્કાના ટીકુ કમિશનનો પુરેપુરો લાભ નહીં મળતો હોવાથી ડોક્ટર્સમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ગુજરાત ઈનસર્વિસ ડોક્ટર્સ એસોસિએશને ડોક્ટર્સને આગામી ૭મી એપ્રિલે માસ સીએલ ઉપર જવા હાંકલ કરી છે. માસ સીએલમાં આશરે રાજ્યમાંી આશરે ૫ હજારી વધુ ડોક્ટર્સ જોડાશે.

ગુરૂવારે ગાંધીનગર ખાતે ગુજરાત ઈનસર્વિસ ડોકટર્સ એસોસિએશની બેઠક મળી હતી જેમાં મુખ્યત્વે ટીકુ કમિશન આધારીત ત્રીજા તબક્કાના સમયબદ્ધ બઢતી મંજુર જગ્યાના ૧૫ ટકા તબીબી અધિકારીઓને મળવા પાત્ર લાભ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૫-૧૬માં તબીબી અધિકારીઓની મંજૂર જગ્યા ચાર હજાર હતી તે હિસાબે ૧૫ ટકા મુજબ ૬૦૦ તબીબોને ટીકુ કમિશનનો ત્રીજા તબક્કાનો લાભ મળવા પાત્ર બને છે ત્યારે સરકારમાં બેઠેલા હેલ્ વિભાગના અધિકારીઓએ સાચી ગણતરી કર્યા વગર તબીબોને આ લાભી વંચિત રાખ્યા છે. આ ઉપરાંત એમબીબીએસ તેમજ બીડીએસ ડિગ્રી ધરાવતા તબીબી અધિકારી, ડેન્ટિસ્ટ તેમજ અન્ય વર્ગ-૨ના તબીબી હોદ્દાઓ પર નિમણૂક સમયે શરૂઆતનો પગાર કેન્દ્રના છઠ્ઠા પગાર પંચ મુજબ પે બેન્ડ-૩ મુજબ ૧૫૬૦૦ી ૩૯૧૦૦ના બદલે ૯૩૦૦ી ૩૪૦૦૦ ગ્રેડ પે ૫૪૦૦ પગાર ધોરણ આપી ડોક્ટરો સો અન્યાય કરવામાં આવ્યો છે.

એસોસિએશન દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહિવટી અંકુશ હેઠળના અધિક નિયામક, સંયુક્ત નિયામક, નાયબ નિયામક, આસિસ્ટન્ટ નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓના કેડર પેમાં ઉભી યેલી વિસંગતા દુર કરવા માંગણી કરવામાં આવી છે. સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર, મરણ પામનાર, રાજીનામુ આપનાર તબીબી અધિકારીના લાભો પરત ખેંચવા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ૧૪ નવેમ્બર-૧૯૯૧ી ૧૬ ઓક્ટોબર-૧૯૯૪ સમયગાળા માટે લાગુ કરવા ભલામણ કરી હતી, પરંતુ સરકારે આ નિયમનું ખોટુ અર્ધઘટન કરી તમામ તબીબો માટે લાગુ કરી દીધો છે જેના કારણે હાલની સ્િિત સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર તબીબી અધિકારીઓ પાસેી ટીકુ કમિશન આધારીત સમયબદ્ધ બઢતીના લાભો પરત લેવામાં આવી રહ્યા છે. પેન્શનની ગણતરી તે પ્રમાણે કરવામાં આવે છે જે સરકારના પેન્શનના મુળભુત નિયમોને સુસંગત ની અને અન્યાયકર્તા છે.ગુજરાત ઈનસર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા તબીબી અધિકારીઓને પોસ્ટગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન આપવાની માંગણી કરી હતી. સરકારે પી.જી.ની સીટો ઉપર ઈનસર્વિસ તબીબોને પ્રવેશ આપવા ૧૫ ટકા સિટો અનામત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.