Abtak Media Google News

લખનૌ ખાતેના કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, ઉપસ્થિત લોકોને કેવડિયા જવા અપીલ પણ કરી

ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મજયંતિને લઇને દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુપીના લખનૌમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ’રન ફોર યુનિટી’ને ફ્લેગ ઓફ કર્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજનાથ સિંહે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરદાર પટેલની દૂરદર્શિતા અને વિઝન હતું જેથી રાષ્ટ્રની એકતા થઇ. ભારતના એકીકરણ તેમનું મોટું યોગદાન હતું. નેશનલ યુનિટી રનને ફ્લેગ ઓફ કરાવતા રાજનાથ સિંહે કહ્યું કે જો પટેલજી ન હોત તો આજે જૂનાગઢ જવા માટે પણ વિઝા લેવા પડ્યા હોત. આ ભાગ ભારતનો ન હોત. સરદાર પટેલના વિઝનથી જ આવા તમામ રજવાડાઓ ભારતનો ભાગ બન્યા હતા.

રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે જો સરદાર પટેલને જમ્મુ- કાશ્મીરના વિલીનીકરણની જવાબદારી મળી હોત તો ત્યાં ક્યારેય કલમ 370 લાગુ ન થઇ હોત. જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જવાના પણ વિઝા લેવા પડતા. સિવિલ સર્વિસિઝનું ફ્રેમવર્ક પણ તેમણે જ તૈયાર કર્યું હતું. આટલું બધુ કરવા છતા પણ તેમને યોગ્ય સન્માન ન મળ્યું. રક્ષા મંત્રીએ કહ્યું કે, ’2014થી ભાજપ સરકારમાં તેમને સંપૂર્ણ સન્માન મળ્યું છે. પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં તેમની 182 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તમે જ્યારે પણ ગુજરાત જાવ તો ચોક્કસ જોજો.

તેમણે કહ્યું કે ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનનો પણ ઉલ્લેખ કરવો જોઇએ. રાજનાથ સિંહે કહ્યું કે મોદી સરકાર છેલ્લા 10 વર્ષથી તેમનું સન્માન કરી રહી છે અને તેમના કામને માન્યતા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.