Abtak Media Google News

 ગયા વર્ષ કરતા આ ચાલુ વર્ષે પરિણામમા ૫ ટકાનો થયો વધારો

માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતા ગીર સોમનાથ જિલ્લાનું ૬૯.૧૬ ટકા પરિણામ આવેલ છે. જે ગયા વર્ષની સરખામણીએ ૫.૦૧ ટકા વધારે છે. સમગ્ર ગુજરાતનું પરિણામ ૬૭.૫૦ ટકા આવેલ છે.

Advertisement

જિલ્લામાં સુપાસી કેન્દ્ર પ્રથમ સ્થાને ૯૪.૫૦ ટકા અને છેલ્લા સ્થાને દેલવાડા કેન્દ્રનું ૩૩.૧૨ ટકા પરિણામ આવેલ છે. માર્ચ-૨૦૧૭માં ૩૦ ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ૬૩ હતી. ચાલુ વર્ષના આજે જાહેર થયેલ પરિણામ મુજબ માત્ર ૨૧ શાળાઓ ૩૦ ટકા થી ઓછું પરિણામ ધરાવે છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે નવેમ્બર માસમાં ગીર સોમનાથ જિલ્લાનો ચાર્જ સંભાળી How to earn 33 marks  ને આધારિત દ્રષ્ટ્રીકોણ રાખી વિધાર્થીઓના પરિણામના સુધારણા માટે પ્રોજેક્ટ હાથ ધરી શાળાનું પરિણામ મહત્તમ આવે તે માટે નબળા પરિણામ ધરાવતી શાળાઓના આચાર્યશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપી ચાલુ વર્ષે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના પરિણામમા ૫.૦૧ ટકા નો વધારો થયેલ છે.

આજે ધો-૧૦ના પરિણામ જાહેર થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સંતોષ વ્યક્ત કરી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.