Abtak Media Google News

રેલી બાદ ડે.કલેકટરને અપાયું આવેદન

તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર સામે દેશભરમાં રોષની લાગણી જન્મી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરના આગેવાનો દ્વારા જિલ્લા કાર્યાલયથી શહેરના મુખ્ય માર્ગો બસ સ્ટેશનથી ટાવર ચોક, રામભરોસા ચોકથી સટાબજાર થઈને ડે.કલેકટર કચેરી ખાતે ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.

Advertisement

આ કાર્યક્રમમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા-પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા, કોંગ્રેસ અગ્રણીઓ કરશનભાઈ બારડ, હીરાભાઈ રામ, મનસુખભાઈ ગોહેલ, અભયભાઈ જોટવા, ભગુભાઈ વાળા, જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, સતિષભાઈ મકવાણા, નાજાભાઈ ચોપડા, રાકેશભાઈ ચુડાસમા, નારણભાઈ મેર, રવિભાઈ શાહ, લલિતભાઈ ફોફંડી વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞાષાબેન રાવલ, ઉપપ્રમુખ રિઝવાનબેન ચૌહાણ, સાબુબેન સિદી સહિતની મહિલા જોડાયેલ એમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.