Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના આર્થિક વિકાસનો અત્યારે સુવર્ણકાળ શરૂ થયો હોય તેમ  મોટું લોકતંત્ર ,આર્થિક મહાસત્તા ભણી આગળ વધવા માટે મક્કમપણે ડગ માંડી ચૂક્યું છે, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયનઅમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યાંક માટે સમયનો જે માનદંડ રાખવામાં આવ્યું છે તેનાથી પણ વધુ ઝડપથી ભારત આર્થિક મહાસત્તા બની રહે તેવા સંજોગો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારતમાં ઉદ્યોગિક વિકાસ અને સ્થાનિક ઉધમ ના ત્રિવેદી સમન્વયથી અર્થતંત્ર નો ગ્રાફ ઊંચે ચડાવી રહ્યો છે ખેતી અને ખેડૂતને સધ્ધર બનાવવા માટે લઘુત્તમ ટેકાના ભાવથી લઈ ખેડૂતોને રોકડ સહાય પ્રવાહી યુરિયા ખેતીમાં ડ્રોન ટેકનોલોજી ન ઉપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ના સુજ ભર્યા પર્યાશોથી ખેડૂતો હવે મોસમના મિજાજ સાથે ખેતી કરતો થયો છે ખેતીના કુદરત વિકાસની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે આત્મ નિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ડેવલોપમેન્ટ ના કારણે ભારતની આયાત નિર્ભરતા દિવસે દિવસે ઘટી રહી છે, અને  નિકાસ દર વધી રહ્યો છે

અત્યાર સુધી જાપાન ચીન અમેરિકા જર્મન જેવા ભારતમાં સૌથી વધુ  નિકાસ કરતા દેશો ની નિર્ભરતા ઘટતી જાય છે , અને ઘરેલું વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે અને ઘરેલુ ચીજ વસ્તુઓના અવેજી ઉપયોગથી  આયાત દર ઘટી રહ્યો છે, વિકાસની આ સફર ની સારી સ્થિતિનું પ્રતિબિંબ શેર બજારમાં દેખાતું હોય છે ભારતમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે સ્થિર શાસન અને ભવિષ્યને ધ્યાને લઈ કરવામાં આવતી નીતિના કારણે વૈશ્વિક રોકાણકારોનું ભારતના શેર બજારમાં વિશ્વાસ વધ્યું છે. આથી જ શેરબજારની અવિરત આગળ વધતી તેજી ને ભારતના આર્થિક મહાસત્તા બનવા તરફના પગરણ ગણવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.. શેરબજારની તેજી તે જોમય ભવિષ્ય ની આલબેલ  હોવાનો  વિશ્વાસ ભારતની વિકાસ ગાથા અલખનાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.